નિક્કી તંબોલીએ બોલ્ડ બનીને બોયફ્રેન્ડ સાથે બર્થડેનું કર્યું સેલિબ્રેશન, જુઓ વાયરલ તસવીરો…

મુંબઈઃ ‘બિગ બોસ-14’ અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા શો થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી નિક્કી તંબોલીએ તાજેતરમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો. ચોંકાવનારી વાત એ હતી કે પોતાના બર્થડેની ઉજવણી પણ બોલ્ડ અંદાજમાં કરી હતી.
બિકિની લૂકમાં અભિનેત્રીના બોયફ્રેન્ડ સાથે પુલકિનારે આનંદ માણતી તસવીરોએ સોશિયલ મીડિયા યુઝર્સના હૃદયના ધબકારા વધારી દીધા છે. વાયરલ ફોટા અહીં જુઓ.

અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુક્સ માટે ઘણીવાર સમાચારમાં રહે છે. 21 ઓગસ્ટના અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ સાથે તેનો 29મો જન્મદિવસ ઉજવ્યો અને આ દરમિયાન તેનો લૂક પણ એકદમ અનોખો હતો.
આ પણ વાંચો…વ્હાઈટ બિકીનીમાં એક્ટ્રેસે બોલ્ડ પોઝ આપીને વધાર્યો ઈન્ટરનેટનો પારો, યુઝર્સે કહ્યું…

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે દુબઈમાં વેકેશન માણતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વાયરલ ફોટામાં નિક્કીએ બિકિની લુકમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી મિરર સેલ્ફી શેર કરી હતી. ફરી તેણે પોતાના સિઝલિંગ લૂકથી ચાહકોને પોતાના ચાહક બનાવી દીધા છે.
આ પછી, બોયફ્રેન્ડ અઝહર પટેલ સાથે પુલમાં આનંદ માણતી વખતે તેણીએ ચાહકો સાથે આ ખાસ ક્ષણની ઝલક પણ શેર કરી. તેના જન્મદિવસ પર તેના બોયફ્રેન્ડ સાથે આનંદ માણતી વખતેની તેની તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.
આ પણ વાંચો…અભિનેત્રી મોનાલિસાનો જુઓ બેડરુમનો બોલ્ડ અંદાજ, સોશિયલ મીડિયા પર લગાવી આગ

આ સાથે તેણે બીજો એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં કેકની જેમ પ્લેટ પર ફળોને સજાવવામાં આવ્યા હતા, તેમાં અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હેપ્પી બર્થડે નિક્કી લખેલું છે. નિક્કીના બોયફ્રેન્ડ અરબાઝે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નિક્કી તંબોલીની સાથેની તસવીર શેર કરીને તેને શુભેચ્છા પાઠવી છે. તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, ‘હેપ્પી બર્થડે લવ’.

તમને જણાવી દઈએ કે નિક્કી તંબોલી અને અરબાઝ પટેલ 2024થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ ગયા વર્ષે જ આ વાતની સત્તાવાર પુષ્ટિ આપી હતી. બંને બિગ બોસ મરાઠી સીઝન 5માં સાથે જોવા મળ્યા હતા અને અહેવાલો અનુસાર આ શો દરમ્યાન તેમની વચ્ચે નિકટતા વધવા લાગી હતી.
આ પણ વાંચો…56 વર્ષેય આ અભિનેત્રીની બોલ્ડ તસવીરોએ ચાહકોને બનાવી દીધા દિવાના…