OMG! શું થયું કે પ્રિયંકા ચોપરાના પતિને સ્ટેજ છોડી ભાગવું પડ્યું….. ?
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસની ભારે ફેન ફોલોઇંગ છે. લોકો નિકના સોંગના દિવાના છે. નિકના તમામ શો હાઉસફૂલ જતા હોય છે. હાલમાં નિકનો એક વીડિયો વાયરલ થયોછે, જેને કારણે ફેન્સની ચિંતા વધી ગઇ છે. આપણે જાણીએ કે શું મામલો છે. બાબા સિદ્દીકીની હત્યાથી આખું બોલિવૂડ ગભરાયેલું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલો હજી થાળે નથી પડ્યો ત્યાં તો પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ તેમની સિક્યોરિટીને કંઇક ઇશારો કરતા અને ઝડપથી સ્ટેજ છોડીને ભાગતા નજરે પડે છે.
તેમના પર પડતી લેઝર લાઇટથી તેઓ એટલા ગભરાઇ ગયા હતા કે તેમણે સ્ટેજ છોડીને ભાગવાનું મુનાસિબ માન્યું હતું.
નિક જોનાસ તેમના ભાઈઓ કેવિન અને જો જોનાસ સાથે તેમની વર્લ્ડ ટૂરના ભાગરૂપે પ્રાગમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યા હતા. આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ તેમના સિક્યોરિટી ગાર્ડ્સને કંઇક સૂચનાઓ આપતા અને સ્ટેજ છોડીને ઝડપથી ભાગતા જોવા મળ્યા હતા. વાયરલ વીડિયોમાં નિક જોનાસ દર્શકો તરફ જોતા જોવા મળે છે. આ પછી તેઓ પોતાના સુરક્ષાકર્મીઓને કેટલાક સંકેત આપે છે અને સ્ટેજ પરથી ભાગી જાય છે.
આ વીડિયો તેમના એક ફેન પેજ, જોનાસ ડેઈલી ન્યૂઝ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે “જોનાસ બ્રધર્સે આજે રાત્રે પ્રાગમાં થોડા સમય માટે તેમનો શો બંધ કરવો પડ્યો જ્યારે પ્રેક્ષકોમાં કોઈએ નિક પર લેસર નિશાન તાક્યું. વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે કોઇએ ક્યારેક નિકના માથા પર તો ક્યારેક તેમના શરીર પર લાલ લેઝર લાઇટ તાકીને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, લેઝર નિશાન તાકનાર વ્યક્તિને કાર્યક્રમના સ્થળ પરથી દૂર કરવામાં આવ્યો હતો અને થોડા સમય બાદ શો ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો અને નિક જોનાસ પણ સુરક્ષિત હતા.
આ વીડિયોએ નિક જોનાસના ફેન્સની ચિંતા વધારી દીધી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું નિક જોનાસની જાનને કોઇ ખતરો છે? તેમની સિક્યોરિટી શું કરી રહી છે.
આ ઉપરાંત અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં નિકના કપાળ પર લાલ લેઝર બીમ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જેના કારણે તેમણે સ્ટેજ છોડીને ભાગવું પડ્યું હતું.
આ ઘટના અંગે જોનાસ બ્રધર્સ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. જોનાસ બ્રધર્સની કોન્સર્ટ રવિવારે પેરિસમાં હતી અને હવે બુધવારે પોલેન્ડમાં છે. કોન્સર્ટ દરમિયાન આવી ઘટનાને કારણે પ્રિયંકા ચોપરાના ચાહકો ઘણા ચિંતામાં આવી ગયા છે.