
નિક જોનાસ પોતાના ભાઈ જો જોનાસ અને કેવિન જોનસ સાથે લોલાપાલુજા ઈન્ડિયા 2024 માટે આ અઠવાડિયે ભારત આવ્યો હતો અને રવિવારે રાતે મુંબઈથી રવાના થવા માટે તે પોતાના ભાઈઓ સાથે મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો, પરંતુ મુંબઈ એરપોર્ટ પર તેની સાથે કંઈક એવું થયું હતું કે જેના વિશે જાણીને તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. મુંબઈ એરપોર્ટ પર નિકને અટકાવવામાં આવ્યો હતો.
આવો જોઈએ કે આખરે નિકે એવું તે શું કર્યું કે તેને એરપોર્ટ પર સિક્યોરિટી દ્વારા અટકાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં નિક સિક્યોરિટી ઓફિસર સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈ એરપોર્ટ પર સિક્યોરિટી દ્વારા નિક જોનાસને અટકાવવામાં આવ્યો હતો, કારણ કે એ અને એની ટીમ એની ટિકિટ જ લેવાનું ભૂલી ગઈ હતી. ટિકિટ ભૂલી જવાને કારણે મુંબઈ એરપોર્ટ પર નિકને એન્ટ્રી નહોતી મળી અને તેણે થોડી વાર સુધી ઊભા રહેવું પડ્યું હતું.
નિકની ટીમે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવ્યો અને ત્યાર બાદ જ નિક એરપોર્ટમાં પ્રવેશી શક્યો હતો અને ટેક ઓફ કરી શક્યો હતો. જોકે, આ પહેલી વખત નથી બન્યું કે આ રીતે કોઈ સેલિબ્રિટીને એરપોર્ટ પર આવા કોઈ કારણસર અટકાવવામાં આવ્યો હોય. આ અગાઉ પણ પાસપોર્ટ પર ન હોવાને કારણે કે પછી ટિકિટ ના હોવાને કારણે સેલેબ્સને મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા છે.