નિક જોનાસને પર્ફોર્મ કરતા દીકરી બની કેમેરામેન: પિતા પુત્રીનો વીડિયો વાયરલ...

નિક જોનાસને પર્ફોર્મ કરતા દીકરી બની કેમેરામેન: પિતા પુત્રીનો વીડિયો વાયરલ…

હોલીવૂડ સિંગર નિક જોનાસ અને બોલીવૂડની દેશ ગર્લ પ્રિયંકા ચોપડા અવાર નવાર ચાહકોની ચર્ચાનું કેન્દ્ર બની રહેતા હોય છે. ત્યારે ફરી એક વખત નિક જોનાસ અને તેની દિકરી વચ્ચે સર્જાયેલ ખાસ ક્ષણોથી ચાહકો પણ ભાવુક બન્યા હતા.

શનિવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં નાનકડી માલતી તેના પિતાના પફોર્મન્સને બેબી કેમેરાથી રેકોર્ડ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી. બાળકીના આ ખાસ ક્ષણે ચાહકોનું દિલ જીતી લીધું, અને સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયોને ખૂબ પ્રેમ મળ્યો હતો.

નિક જોનાસે શેર કરેલા વીડિયોમાં માલતી સ્ટેજની નજીક ઊભી રહીને બેબી કેમેરા પકડીને તેના પિતાના પફોર્મન્સને રેકોર્ડ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. નિક તેના ભાઈ જો જોનાસ સાથે સ્ટેજ પર ગીત ગાઈ રહ્યો હતો, જ્યારે માલતી ધીરજપૂર્વક કેમેરાને માથા ઉપર ઊંચો રાખીને ઊભી હતી.

એક ક્ષણે તે ચાલવા લાગી, પરંતુ ફરીથી રોકાઈને પોતાના પિતાને જોવા લાગી. કાળા-સફેદ કોર્ડ સેટ અને મેચિંગ શૂઝમાં માલતી ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે નિકે સફેદ ટી-શર્ટ, કાળી જેકેટ અને ઓલિવ ગ્રીન પેન્ટ પહેર્યું હતું.

નિકે આ વીડિયોના કેપ્શનમાં દિલના ઈમોજી મુક્યું હતું. પરંતુ ચાહકોએ આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ખુબ પ્રેમનો વરસાદ કર્યો હતો. એક ચાહકે લખ્યું, “આ ખૂબ જ પ્રેમાળ છે!” બીજાએ ટિપ્પણી કરી, “નિકે સિગિંગ ટૂર માટે નવા ફોટોગ્રાફર હાયર કર્યો!” જ્યારે અન્ય એક ચાહકે કહ્યું, “માલતી ધીરજથી નિકના પફોર્મન્સની રાહ જોઈ રહી છે, કેમેરો માથા ઉપર પકડીને, આ શુદ્ધ પારિવારિક પ્રેમ છે.” એક યૂઝરે માલતીને ‘અત્યાર સુધીનો સૌથી પ્રેમાળ ફોટોગ્રાફર’ ગણાવી. પિતા અને પુત્રના આ અદ્દભુત પ્રેમાળ દ્રશ્યને ચાહકોએ ખૂબ વખાણ્યુ હતું.

priyanka chopra nick jonas

નિક જોનાસ અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ 2018માં રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા, બોલીવૂડ અને હોલીવૂડની આ જાણીતી હસ્તીએ ખ્રિસ્તી અને હિન્દુ બંને રીત-રિવાજોનો પ્રમાણે લગ્ન સંબંધમાં બંધાયા હતા. આ દંપતીએ જાન્યુઆરી 2022માં સરોગસી દ્વારા પોતાની પુત્રી માલતીને જન્મ આપ્યો હતો.

નિક અને પ્રિયંકા પોતાના પારિવારિક જીવનને અવાર નવાર સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે. આ વીડિયો પણ તેમના પારિવારિક પ્રેમની એક ઝલક છે, જેણે લોકોનું દિલ જીતી લીધું.

આ પણ વાંચો…બીચ પર બ્લેક બિકીનીમાં દેસી ગર્લનો અનોખો અંદાજ જોયો કે? વીડિયો થયો વાઈરલ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button