બેકલેસ ગાઉનમાં નિયા શર્માએ બતાવ્યો પોતાનો બોલ્ડ અવતાર

મુંબઈઃ ફિલ્મો કે ટીવી સિરિયલમાં કામ મળવાનું સમજો એટલું સરળ નથી, જેમાં મોટા મોટા અભિનેતા અને અભિનેત્રીઓને નામ કમાવવા માટે મુશ્કેલી પડી હતી. અત્યારના તબક્કે સોશિયલ મીડિયાના સહારે અભિનેત્રીઓ ઝડપથી છવાઈ જાય છે.
ફિલ્મોમાં કામકાજ માટે સંઘર્ષ કરી રહેલી નાગિન ફેમ અત્યારે જોરદાર સંઘર્ષમાં દિવસો વીતાવી રહી છે નિયા શર્મા.

એકતા કપૂરની જાણીતી સિરિયલ નાગિનમાં નાગિનનું પાત્ર ભજવી ચૂકી છે, જ્યારે રોહિત શેટ્ટીના એડવેન્ચર અને સ્ટંટવાળા શો ‘ખતરો કે ખિલાડી’માં કામ કર્યા પછી હવે નિયાને કામકાજ મેળવવા માટે સ્ટ્રગલ કરી રહી છે અને તેને લઈને ચર્ચામાં છે.
સ્ટ્રગલ સિવાય સોશિયલ મીડિયા પર તો નિયા તેના બોલ્ડ ફોટોશૂટને લઈ ચર્ચામાં રહે છે.

તાજેતરમાં નિયા શર્માએ લીલા રંગના બેકલેસ ગાઉનમાં ઈન્સ્ટાગ્રામ પર કિલર તસવીરો શેર કરી હતી, જેમાં તેના ગ્લેમર લૂકને જોઈ લોકો દંગ રહી ગયા હતા.

નિયા શર્માને માત્ર ટીવી સિરિયલોમાં જ નહીં, પરંતુ મ્યુઝિકના વીડિયોમાં નિયાની કામગીરીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. લાંબા સમયથી પડદાથી દૂર રહેલી નિયાને લોકો વારંવાર પૂછે છે કે શું તેણે અભિનયમાંથી બ્રેક લીધો છે? નિયાએ આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. ઈન્ટરન્યૂમાં નિયા શર્માએ કહ્યું હતું કે હાલમાં તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે, કારણ કે લોકો વિચારે છે કે તેણે બ્રેક લીધો છે, પરંતુ સત્ય એ છે કે હાલમાં ન તો મારી ઉંમર બ્રેકની થઈ છે અને ન તો મને કોઈ બ્રેકની જરૂર છે.

આ મુદ્દે નિયાએ વધુમાં કહ્યું હતું કે મારે હાલમાં કામ અને પૈસા બંનેની જરૂર છે. એટલું જ નહીં, વાસ્તવમાં હાલ મારા ઓડિશન અચાનક બંધ થઈ ગયા છે. જ્યારે પણ મને કોઈ મોટી ઓફર મળશે, હું તેને તરત જ લઈ લઈશ. નિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની સુંદર તસવીરો અને વીડિયોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
નિયા શર્મા સોશિયલ મીડિયા પર વિશેષ છવાયેલી રહે છે, જેમાં તેના ફેન-ફોલોઅસર્ની સંખ્યા પણ વધારે છે. ફિલ્મોમાં ઓછું કામ કર્યું છે, પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ પર 7.7 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે.
