નિયા શર્માની દુબઈ ટ્રિપ: જુઓ ગ્લેમરસ અંદાજ વાયરલ!

ટેલિવિઝનની ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ અભિનેત્રી નિયા શર્માએ તાજેતરમાં જ તેની દુબઈ ટ્રીપની તસવીરો શેર કરી છે. દુબઈમાં પુલમાં સ્વિમિંગ કરવાથી લઈને સાંજ સુધીની તેની દરેક તસ્વીરોમાં એક અલગ સ્ટાઈલમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થયા પછી લોકોએ ચોંકાવનારી પ્રતિક્રિયાઓ આપી હતી.
ટીવી ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રી નિયા શર્માએ તાજેતરમાં જ તેની દુબઈ ટ્રિપની તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઇલ અને ફેશન સેન્સથી ફરી એક વાર ચર્ચામાં આવી છે. અભિનેત્રીની દરેક તસવીરમાં તેનો ગ્લેમરસ અવતાર દેખાય છે. તસવીરોમાં નિયા ખૂબ જ સ્ટાઇલિશ વ્હાઈટ બ્રાલેટમાં જોવા મળી રહી છે. સાથે તેણે ગ્રે મીની સ્કર્ટ પહેર્યું છે.
નિયાના આ ફોટા પરથી લાગે છે કે તે દુબઈમાં શાનદાર ઈવનિંગ સ્પેન્ડ કરી રહી છે, જ્યારે આ સાંજની દરેક ક્ષણને તેણે આ ફોટાઓમાં કેદ કરી છે. એક તસવીરમાં તે બિલ્ડિંગના ઉપરના માળે પુલ પાસે જોવા મળી રહી છે.
આ આઉટફિટમાં નિયા તેના શરીરને સારી રીતે ફ્લોન્ટ કરી રહી છે. બીજા ફોટામાં, નિયા પૂલની અંદર મજા માણતી જોવા મળે છે. તેની આ તસવીર અદ્ભુત છે. આ તસવીરો શેર કરતી વખતે નિયા કેપ્શનમાં લખે છે – ‘દુબઈ 2025.’ ચાહકો તેના બેફિકર વેકેશન અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.