બ્લેક મોનોકિનીમાં ટીવી એક્ટ્રેસે બીચ પર આવ્યા એવા પોઝ કે છૂટી જશે પસીના…

ટચુકડાં પડદાની મોસ્ટ ગ્લેમરસ ચુડૈલ તરીકે ફેન્સના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ નિયા શર્મા કોઈ ખાસ પરિચયની મોહતાજ નથી. નિયા શર્મા પોતાના શોઝની સાથે સાથે જ સોશિયલ મીડિયા પર પણ ખાસી એવી એક્ટિવ રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના સુંદર અને ગ્લેમરસ ફોટો શેર કર્યા છે, જે જોઈને ફેન્સની હાર્ટબીટ વધી ગઈ હતી. આવો જોઈએ શું છે ખાસ નિયાએ શેર કરેલાં ફોટોમાં…
નિયા શર્માએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલાં ફોટોમાં બ્લેક કલરના મોનોકિનીમાં સમુદ્ર કિનારે જલપરી બનીને પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે મોનોકિની પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું અને દરેક ફોટોમાં એક્ટ્રેસની કાતિલ અદાઓ જોવા મળી રહી છે. ફેન્સ પણ નિયાનો આ અવતાર જોઈને એકદમ હોંશ ખોઈ બેઠા છે.

આપણ વાંચો: જન્નત ઝુબેરે વધુ એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ
સોશિયલ મીડિયા પર નિયાના આ ફોટો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તે ક્યારેક સમુદ્ર કિનારે રમતી તો ક્યારેક બોટ પર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને કેપ્શનમાં નિયાએ લખ્યું હતું કે જિંદગી કહીં બીચ મેં હૈ… ખુબસુરત હૈ…નિયાના આ ફોટો પર ગણતરીની સેકન્ડમાં હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ આવી ગયા છે.
નિયા શર્માએ સુહાગન ચુડૈલ નામનો શો કર્યો હતો અને ત્યારથી જ લોકો તેને મોસ્ટ બ્યુટીફૂલ ચુડૈલ તરીકે ઓળખવા લાગ્યા છે.
વાત કરીએ નિયા શર્માની પ્રોફેશનલ લાઈફ વિશે તો તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધીમાં અનેક હિટ શો આપ્યા છે..
હાલમાં એક્ટ્રેસ લોકપ્રિય કૂકિંગ શો લાફ્ટર શેફમાં જોવા મળી રહી છે. આ શોમાં કોમેડિયન સુદેશ લહેરી સાથે તેની જોડા બનાવવામાં આવી છે. દર્શકો નિયા અને સુદેશજીની જોડીને પસંદ પણ કરી રહ્યા છે.
આપણ વાંચો: અભિનેત્રી અવનીત કૌરે કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ, બોલો, હવે કોનો વારો આવશે?
નિયા શર્મા ઉપરાંત આ લાફ્ટર શેફમાં રૂબિના દિલૈક, રાહુલ વૈદ્ય, અંકિતા લોખંડે, વિકી જૈન, અલી ગોની, રીમ શેખ, અભિષેક કુમાર, સમર્થ ઝુરૈલ, કૃષ્ણા અભિષેક, કાશ્મીરા શાહ, કરણ કુંદ્રા અને એલ્વિશ યાદવ પણ જોવા મલી રહ્યા છે. આ અઠવાડિયે આ શો ટીઆરપી લિસ્ટમાં 9મા સ્થાને છે.