છેલ્લી ઘડીએ Bigg Boss-18માં જવાનું માંડી વાળ્યું આ ફેમસ એક્ટ્રેસે, પોસ્ટ કરીને ફેન્સને કર્યા કન્ફ્યુઝ…
આજ રાતે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan)ના રિયાલિટી ટીવી શો બિગ બોસ-18 (Bigg Boss-18)નો શુભારંભ થશે. આ સાથે જ શોમાં કોણ કોણ જોવા મળશે એની અટકળો પણ તેજ બની ગઈ છે, પરંતુ આ બધા વચ્ચે ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma)એ ફેન્સને આંચકો આપ્યો છે. જો તમે પણ એવું માની રહ્યા છો કે નિયા શર્મા બિગ બોસના કન્ફર્મ કન્ટેસ્ટન્ટમાંથી એક છે તો આ સમાચાર તમારું દિલ તોડનારા છે. સામે આવેલા લેટેસ્ટ અપડેટ પ્રમાણે નિયા શર્માએ પોતે આ શોનો હિસ્સો નથી એવી જાણ કરતી ઈન્ટા સ્ટોરી પોસ્ટ કરી છે અને એને કારણે ખળભળાટ મચી ગયો છે.
નિયાના ફેન્સ માટે આ સમાચાર ચોક્કસ જ હાર્ટબ્રેકિંગ હશે કે નિયાએ પોતાનો નિર્ણય બદલીને હવે બિગ બોસમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા સ્ટોરી પર બિગ બોસ 18માં ન જવાનો નિર્ણય લેતા લખ્યું હતું કે પ્રશંસકો અને શુભચિંતકો માટે નોટ… મેં તમને બધાને નિરાશ કર્યા છે. તમે લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો, પ્રેમ આપ્યો. મને એક બંધ ઘરમાં જવાની ઈચ્છા થઈ અને મને અહેસાસ થયો કે 14 વર્ષમાં મેં શું કમાવ્યું છે. હું એવું નથી કહેતી કે મને ચર્ચાઓ રહેવાનું નથી પસંદ પણ મને દોષ ના આપશો. હું આ નછીયય
અત્રે ઉલ્લેખનીય છે કે ખતરોં કે ખિલાડી 14ની ગ્રાન્ડ ફિનાલેની રાતે બિગ બોસ-18માં નિયા શર્માની એન્ટ્રીની એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. પરંતુ હવે નિયાએ પોતાનો નિર્ણય બદલીને આ શોમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. ફેન્સ પણ પોતાની ફેવરેટ સ્ટારને બિગ બોસના ઘરમાં નહીં જોઈને નિરાશ થશે.
બિગ બોસના મેકર્સે અપકમિંગ સિઝનના શાનદાર લોન્ચ માટે એકદમ તૈયાર છે. આ વખતની બિગ બોસની થીમ તાંડવની થીમ પર આધારિત છે. ઘરનો લૂક જોઈને અત્યાર સુધીની સિઝન કરતાં આ સિઝન વધારે રસપ્રદ રહેશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ વખતે બિગ બોસ કન્ટેસ્ટન્ટના ભવિષ્ય અંગે ભવિષ્યવાણી કરતાં જોવા મળશે.