Salman Khan ના ફેમિલીમાં થશે નવા સભ્યની એન્ટ્રી?
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં આવતો હોય છે. હવે ફરી એક વખત સલમાન ખાન ચર્ચામાં આવ્યો છે અને એનું કારણ છે પરિવારમાં થનારા નવા સભ્યની એન્ટ્રી.
આ પણ વાંચો : ઈન આંખો કી મસ્તી કે…રેખાની માસ્ટરપિસ ઉમરાવ જાનને 44 વર્ષ થયા, જાણો ફિલ્મની રસપ્રદ વાતો
ટૂંક સમયમાં જ ખાન પરિવારમાં નવા સભ્યની એન્ટ્રી થવા જઈ રહી છે, પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે અમે અહીં સલમાન ખાનના લગ્નની વાત કરી રહ્યા છીએ તો એવું નથી. આ તો અહીં સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની વાત થઈ રહી છે. જી હા, અરબાઝ ખાન (Arbaaz Khan)ની બીજી પત્ની શૂરા ખાન (Sshura Khan) બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે
એવો દાવો કરતાં ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ શું છે આ દાવા પાછળની સચ્ચાઈ?
વાત જાણે એમ છે કે અરબાઝ ખાન અને શૂરા ખાનના લગ્નને થોડાક સમય પહેલાં જ એક વર્ષ પૂરું થયું હતું અને આ સ્પેશિયલ ડેને સેલિબ્રેટ કરતાં અરબાઝે સોશિયલ મીડિયા પર શૂરા માટે ખાસ નોટ પણ શેર કરી હતી. હવે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક બીજો ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં અરબાઝ ખાન અને શૂરા ખાન જોવા મળી રહ્યા છે. પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ ફોટોમાં બંનેએ હાથમાં પ્રેગ્નન્સી કિટ પકડી રાખી છે.
આ ફોટો જોઈને નેટિઝન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે શૂરા ખાન અને અરબાઝ ખાન ટૂંક સમયમાં જ ગૂડ ન્યુઝ આપવા જઈ રહ્યા છે. પરંતુ જ્યારે આ ફોટોની સચ્ચાઈ વિશે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બંને ફોટો રિયલ નહીં પણ એઆઈ જનરેટેડ છે.
આ પણ વાંચો : આ રીતે Kapoor Familyએ સેલિબ્રેટ કર્યું ન્યૂ યર, ફોટો જોઈ લેશો તો…
સોશિયલ મીડિયા પર જેવા આ ફોટો વઈરલ થયા કે લોકોએ તેને શુભેચ્છાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. જોકે, કેટલાક નેટિઝન્સ આ ફોટોને ફેક ગણાવી રહ્યા છે. આ પહેલી વખત નથી થયું કે આ રીતે કોઈ સેલિબ્રેટીના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ વસ્તુઓ હવે ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. દરરોજ કોઈને કોઈ સેલિબ્રિટીના ડીપ ફેક કે એઆઈ જનરેટેડ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ હોય છે.