ઓપરેશન સિંદૂર બાદ ભોજપૂરી સિંગરે આપી પ્રતિક્રિયા, પણ થઈ ગઈ ટ્રોલ…

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતાં સ્થળો પર એર સ્ટ્રાઈક કરીને તેને નેસ્ત નાબુદ કરી દીધા હતા. આવી સ્થિતિમાં આખા દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સેનાને તેમના ઓપરેશન પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
હવે આ ઓપરેશન સિંદૂરને લઈને ભોજપૂરી ગાયિકા નેહા સિંહ રાઠોડે પણ રિએક્શન આપ્યું છે અને ભારતીય સેના પર ગર્વની લાગણી વ્યક્ત કરી છે અને તેણે પણ ભારતીય સેના માટે ગર્વની લાગણી વ્યક્ત કરી છે.
આપણ વાંચો: શરદ પવારે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી, કહ્યું કે દુનિયામાં સંદેશ આપ્યો
નેહા સિંહ રાઠોડે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પછી એક એમ ત્રણ પોસ્ટ શેર કરી છે. પહેલી પોસ્ટમાં લખ્યું હતું કે ભારતીય સેના ઝિંદાબાદ. જય હિંદ. બીજી પોસ્ટમાં તેણે લખ્યું હતું કે એક ચૂટકી સિંદૂરની કિંમત જોઈ લીધી આંતકવાદીઓ. ત્રીજી પોસ્ટમાં નેહાએ લખ્યું હતું કે આપસી મતભેદ પોતાની જગ્યાએ છે, પણ દુશ્મનો માટે આપણે એક છીએ.
ભારતના દુશ્મનો એ વાત ના ભૂલે કે જરૂર પડશે તો દેશનો દરેક નાગરિક દેશ માટે જીવ આપવા માટે તૈયાર રહેશે.
નેટિઝન્સ નેહાની આ દેશભક્તિ જોઈને તેના પર ટીકાસ્ત્ર છોડી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂરને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલઃ સેનાની બહાદુરીને દેશવાસીઓએ બિરદાવી…
એક યુઝરે નેહાની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જોઈ રહ્યો છે વિનોદ, એફઆઈઆરની અસર. બીજા એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે કાશ આ વાતો જ પહેલાં કહી હોત. હવે પહલગામ હુમલા પર પાકિસ્તાનની ભાષા ના બોલશો. દેર આયે દુરુસ્ત આયે. જય હિંદ. ચોથા એક યુઝરે લખ્યું હતું કે આજે તબલામાંથી વાંસળીના સૂર કેમ સંભળાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લખનીય છે કે નેહા સિંહ રાઠોડ અવારનવાર પોતાની ગાયિકીથી સરકાર પર તંજ કસતી જોવા મળે છે. પહલગામમાં થયેલાં આંતકવાદી હુમલાને લીને પણ તેણે કેટલીક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી અને એને કારણે તેના પર એફઆઈઆર પણ નોંધાવવામાં આવી હતી. પણ હવે ઓપરેશન સિંદૂર બાદ નેહાની દેશભક્તિ જોઈને ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.