મનોરંજન

ઓસ્ટ્રેલિયામાં સ્ટેજ પર રડી પડી નેહા કક્કડ અને માફી માગીઃ ફેન્સે ભણાવ્યો પાઠ…

મેલબોર્નઃ બોલીવૂડ સિંગર અને ઈન્ડિયન આઈડલથી વધારે જાણીતી બનેલી નેહા કક્કડને મેલબોર્નમાં એક કડવો અનુભવ થયો છે. નેહા કક્કડે રડતા રડતા માફી માગવી પડી હતી, છતાં ઓડિયન્સની નારાજગી ઓછી થઈ ન હતી.

નેહા ઓસ્ટ્રેલિયા સ્ટેજ શૉ માટે ગઈ હતી. અહીં સિડ્નીમાં શૉ કરી તેણે મેલબોર્નમાં કરવાનો હતો. મેલબોર્નમાં ઓડિયન્સ તેની રાહ જોઈ રહ્યું હતું, પણ નેહા ત્રણ કલાક મોડી આવી. અતિશય કંટાળેલું ઓડિયન્સ ગુસ્સામાં હતું અને નેહા સ્ટેજ પર આવી ત્યારે અમુકે તો રીતસરનો હલ્લો બોલાવ્યો હતો. આને વીડિયો પણ વાયરલ થયો છે.

આ પણ વાંચો:આ કારણે થયું Salman Khan અને Aiswarya Rai Bachchanનું બ્રેકઅપ? કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…

વીડિયોમાં નેહા રડી પડી હતી અને માફી માગી રહી હતી, પરંતુ ઓડિયન્સમાંથી હોટેલમાં પાછી જા અને આરામ કર, આ ભારત નહીં ઓસ્ટ્રેલિયા છે વગેરે જેવા અવાજો આવી રહ્યા હતા. તે રડવા માંડી ત્યારે લોકો એમ પણ કહેતા હતા કે ગૂડ એક્ટિંગ પણ આ ઈન્ડિયન આઈડલ નથી.

નેહાએ માફી માગતા કહ્યું કે મેં ક્યારેય આટલું વેઈટ કોઈને કરાવ્યું નથી. તમે આટલા સમયથી મારી રાહ જોઈ રહ્યા છો. મારી માટે આ રાત યાદગાર છે. તમે મારી માટે આટલો કિંમતી સમય ફાળવ્યો હું તમને નાચવાનું મન થઈ જાય તેવા ગીતો ગાઈશ.
અમુક લોકોએ નેહાના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, પરંતુ આ એક પાઠ છે જે ઓસ્ટ્રેલિયાની ઓડિયન્સે નેહા અથવા કલાકારોને શિખવાડ્યો છે. મોટાભાગના કલાકારો એમ જ માને છે કે મોડું જવું તે તેમનો હક છે અને ઓડિયન્સ તેમની રાહ જોઈ બેઠી રહેશે.

આ પણ વાંચો: બિચારી છોકરીને જેલમાં પૂરી દીધી અને… સોની રઝદાનની પોસ્ટ થઈ રહી છે વાઈરલ…

ઓડિયન્સે પણ પૈસા ખર્ચ્યા હોય છે આથી તેમની પાસે પણ રાહ જોયા વિના કોઈ રસ્તો નથી. નેહા મોડી થઈ તેનું કારણ ખબર નથી, પરંતુ બે કલાકના શૉ માટે ત્રણ કલાક રાહ જોવડાવવાનું તેને ભારે પડી ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button