મનોરંજન

66 વર્ષની એક્ટ્રેસે શોર્ટ સ્કર્ટ પહેરીને આપ્યા એવા પોઝ, યુઝર્સે કહ્યું કે આ તો…

આજકાલ જમાનો ઓટીટી પ્લેટફોર્મનો છે અને આ ઓટીટી પ્લેટફોર્મ પર એકથી ચઢિયાતી એક મગજ ચકરાવે ચઢાવી દેતી વેબ સિરીઝ રજૂ થતી હોય છે. હાલમાં આવી જ એક વેબ સિરીઝની ચર્ચામાં જોવા મળી રહી છે અને એ એટલે પંચાયતની ચોથી સિરીઝ. સિરીઝના દરેક કેરેક્ટરની એક અલગ ફેન ફોલોઈંગ છે અને ફેન્સ તેમના પર ભરભરીને પ્રેમ વરસાવે છે. આ બધા વચ્ચે પંચાયત 4ની આખી સ્ટાર કાસ્ટ પિકલપોલ રમતી જોવા મળી હતી અને તમામ કલાકારોએ શાનદાર ફોટોશૂટ પણ કરાવ્યું હતું. પણ આ બધામાં 66 વર્ષીય નીના ગુપ્તા એટલે કે મંજુ દેવીનો લૂક દરેકના દિલ જિતી રહ્યું છે…

પંચાયત-4ની સ્ટાર કાસ્ટનો આ ફોટોશૂટ ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને આ તમામ સ્ટાર્સ દેસી લૂક છોડીને સ્ટાઈલિશ ટેનિસ ઈન્સ્પાયર્ડ આઉટફિટ પહેર્યો હતો. ફુલેરા ગામની એક્સ પ્રધાન એટલે કે મંજુ દેવીએ પણ શોર્ટ સ્કર્ટ પહેરીને ગ્લેમરનો તડકો લગાવ્યો હતો. તેનો આ અંદાજ જોઈને ફેન્સની હાર્ટબીટ પણ વધી ગઈ હતી.

ફેન્સ નીના ગુપ્તાના આ લૂક પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મંજુ દેવી સૌથી સુંદર. બીજા એક યુઝરે લખ્યું હતું કે આમની સામે તો રિંકી પણ ફેલ છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોશૂટમાં નીના ગુપ્તા સિવાય જિતેન્દ્ર કુમાર, સાન્વિકા, ચંદન રોય, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક પણ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા હતા. તમામ લોકોએ વિન્ટેજ સ્ટાઈલ, એથલેટિક કપડાં, સ્વેટબેન્ડ્સ, વાઈઝર અને રેકેટ્સ સાથે અલગ લૂક કેરી કર્યો હતો.

વાત કરીએ પંચાયત સિઝન ફોરની તો આ ફિલ્મ 24મી જૂનના રીલિઝ થઈ હતી અને સિરીઝમાં હર હંમેશની જેમ ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો અને એનો અંત બનરાકસની પત્નીની જિતથી આવે છે. હવે ફેન્સ આતુરતાપૂર્વક સિરીઝના પાંચમા ભાગની રાહ જોઈ કહ્યા છે, કારણ કે સિઝન પાંચમાં ક્રાંતિ દેવીની પ્રધાની જોવા મળશે, એટલે ચોક્કસ જ આ સિઝન પણ મજેદાર હશે એમાં કોઈ શંકા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button