મનોરંજન

પ્રીતિશ નંદીના નિધન પર એમની આત્માને શાંતિ ના મળે, જાણીતી અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યા અપશબ્દો, જાણો કેમ?

આપણે ત્યાં સામાન્યપણે એવું ચલણ છે કે માણસના મૃત્યુ પછી એના વિસે ઘસાતું ના બોલવું જોઈએ. હાલમાં જ જાણીતા પત્રકાર, કવિ, સાંસદ અને ફિલ્મ નિર્માતા પ્રીતિશ નંદીનું નિધન થયું હતું. 73 વર્ષની વયે તેમનું નિધન થતાં ફિલ્મી સિતારાઓ આઘાતમાં સરી પડ્યા અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પરંતુ જાણીતી અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે તેણે પ્રીતિશ નંદીના નિધનની માહિતી આપતી પોસ્ટ પર એવી કમેન્ટ લખી છે કે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. જોકે, ભલે એક્ટ્રેસ હવે એ કમેન્ટ ડિલીટ કરી દીધી હોય પણ ત્યાં સુધી તો લોકોએ તેના સ્ક્રીનશોટ્સ પાડીને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

આ પણ વાંચો: હોસ્પિટલ મુદ્દે નીના ગુપ્તાએ શા માટે લખ્યું ‘ઓહ માય ગોડ, ક્યા હોગા હમારા…’

જાણીતા અભિનેતા અનુપમ ખેરે પ્રીતિશ નંદી માટે એક ખાસ પોસ્ટ લખી હતી અને આ પોસ્ટ પર નીના ગુપ્તાએ કમેન્ટ કરીને પોતાનો ગુસ્સો અને નફરત વ્યક્ત કરી હતી. નીતા ગુપ્તાએ આ પોસ્ટ પર લખ્યું હતું કે એની આત્માને શાંતિ ના મળવી જોઈએ… એટલું જ નહીં નીના ગુપ્તાએ પ્રીતિશ માટે અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં ખુદ નીના ગુપ્તાએ પ્રીતિશ નંદી અને તેમની વચ્ચેની દુશ્મનાવટ વિશે વાત કરી હતી. નીતા ગુપ્તાએ લગ્ન વિના જ દીકરી મસાબાને જન્મ આપ્યો હતો અને એના દુષ્પરિણામો પણ ભોગવવા પડ્યા હતા. એટલું જ નહીં એક મીડિયા હાઉસ દ્વારા તેમની વિરુદ્ધ સતત મોરલ પોલિસિંગ કરવામાં આવી હતી. પરંતુ પ્રીતિશ નંદીએ તમામ હદ પાર કરીને મસાબાનું બર્થ સર્ટિફિકેટ ચોરીને તેની ઈન્ફોર્મેશન પબ્લિક કરી દીધી હતી.

નીનાએ જણાવ્યું હતું કે એ સમયે તેણે (પ્રીતિશ)એ રજિસ્ટ્રારની ઓફિસમાંથી મારી દીકરીનું બર્થ સર્ટિફિકેટ ચોરી કરી હતી અને મેં એને ગાળો આપી હતી. બસ ત્યારથી પ્રીતિશ નંદી અને નીના ગુપ્તાના સંબંધો બગડી ગયા.

આ પણ વાંચો: સબ બંદર કા વ્યાપારી એવા બહુમુખી પ્રિતીશ નંદીને અલવિદા…

હાલમાં જ અનુપમ ખેરે જ્યારે પ્રીતિશ નંદીના નિધન પર જ્યારે દુઃખ વ્યક્તિ કરતી એક પોસ્ટ કરી હતી ત્યારે નીના ગુપ્તાએ તેની ટીકા કરી હતી. તેમણે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે તો એની આત્માને શાંતિ ના મળે. સમજી ગયા તમે અને મારી પાસે એની વિરુદ્ધ પુરાવા પણ છે. તમને ખબર છે એણે મારી સાથે શું કર્યું હતું. મેં એને જાહેરમાં નાલાયક કહ્યો હતો. તેણે મારી દીકરીનું બર્થ સર્ટિફિકેટ ચોરીને એને પબ્લિશ કરી હતી.

જોકે, એક્ટ્રેસે પોતાની કમેન્ટ્સ ડિલીટ કરી નાખી છે, પરંતુ અબ પછતાયે ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. ભાઈ લોકોએ તો આ કમેન્ટના સ્ક્રીન શોટ્સ લઈ લીધા અને સોશિયલ મીડિયા પર આ કમેન્ટ્સના સ્ક્રીનશોટ વાઈરલ પણ થઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button