મનોરંજન

દશેરા પર જ બી-ટાઉનની આ હોટ એક્ટ્રેસ બની નાની, પોસ્ટ કરીને શેર કર્યા ગુડ ન્યુઝ…


બોલીવૂડની હોટ અને દિગ્ગજ અભિનેત્રીઓમાંથી એક એવા નીના ગુપ્તા (Neena Gupta)ની દીકરી મસાબા ગુપ્તાએ દીકરીને જન્મ આપ્યો છે અને આ સાથે જ નીના ગુપ્તા નાની બની ગઈ છે. દીકરીના ઘરે ગૂંજેલી કિલકારીઓથી નીના ગુપ્તા આનંદથી ઝૂમી ઉઠી છે. મસાબા ગુપ્તા એક ફેશન ડિઝાઈનર છે અને તે પણ માતા નીનાની જેમ જ પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. મસાબાએ દીકરીના જન્મના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કર્યા હતા અને આ સમાચાર સાંભળતા જ ફેન્સની સાથે સાથે નીના ગુપ્તા ખુદ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. વાત કરીએ નીના ગુપ્તા અને મસાબાની તો બંનેનું જીવન સંઘર્ષથી ભરપૂર રહ્યું છે.

મસાબા ગુપ્તાએ થોડાક સમય પહેલાં જ પોતાના બેબી શાવરના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને હવે દશેરા પર મસાબાએ પોતાના ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા છે. વાત કરીએ મસાબાની તો મસાબા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે.

મસાબાના પતિ સત્યદિપ મિશ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સ્પેશિયલ એનાઉન્સમેન્ટ કરી હતી. મસાબાએ કરાવેલા મેટરનિટી ફોટોશૂટના ફોટો પણ સોશિયલ મીડિયા આગની જેમ વાઈરલ થયા હતા. મસાબાના પિતા ભૂતપૂર ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ છે. વિવિયન અને નીનાનું અફેર એ સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button