મનોરંજન

નવાઝુદ્દીન સિદ્દીકીએ શા માટે પોતાને ‘સૌથી કદરૂપો એક્ટર’ કહ્યો?

નવાઝુદ્દીન સિદ્દીકીની ગણના દેશના શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે. તેની પેઢીના સૌથી બહુમુખી પ્રતિભાશાળી ભારતીય અભિનેતાઓમાંના એક છે. રાષ્ટ્રી પુરસ્કાર નવાઝુદ્દીને રૂપેરી પરદે ઘણા શક્તિશાળી પાત્રો ભજવ્યા છે. જોકે, નવાઝુદ્દીન સિદ્દીકી પોતાને ‘સૌથી કદરૂપો એક્ટર’ માને છે.

તાજેતરમાં જ નવાઝુદ્દીને એક મુલાકાતમાં પોતાના વિશે વાત કરતા જણાવ્યું હતું કે લોકો તેને આકર્ષક નથી માનતા અને હવે તે પોતે પણ આ વાત માનવા લાગ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં લુકને લઇને તેને ઘણી વાતો સાંભળવી પડી હતી. કેટલાક લોકો મારા દેખાવને નફરત કરે છે. પણ શું કરું મારો તો ચહેરો જ આવો છે. હું જ્યારે મારી જાતને અરીસામાં જોઉં છું ત્યારે મને પણ મારો ચહેરો ખરાબ લાગે છે. હું પણ મારી જાતને કહું છું કે આવો ગંદો ચહેરો લઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેમ આવ્યો?

આ પણ વાંચો : ‘જાણુ છું મને કેન્સર છે, પણ… ‘ઇવેન્ટ બાદ હૉસ્પિટલ પહોંચેલી હિના ખાનનો ઇલાજ શરૂ, શેર કર્યો વીડિયો

નવાઝુદ્દીને એમ પમજણાવ્યું હતું કે મને અલગ અલગ પાત્ર નિભાવવા આપવા બદલ હું બધા નિર્દેશકોનો આભારી છું. જો તમારામાં થોડી પણ ટેલેન્ટ હોય તો ઇન્ડસ્ટ્રી તમને ઘણું આપે છે. સમાજમાં ભેદભાવ છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી.
‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી લોકોનું દિલ જીતનાર નવાઝુદ્દીને જણાવ્યું હતું કે તેમને આ ફિલ્મ માટે હજુ પણ ઘણો પ્રેમ મળે છે. તેમણે કહ્યું હતું કે, “‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની રિલીઝના પાંચ મહિના પછી, હું જ્યાં પણ જતો ત્યાં લોકો મને કહેતા કે ‘સર, મેં 25-30 વાર તમારી ફિલ્મ જોઈ છે’. મને લાગ્યું કે તેઓ બધા મજાક કરી રહ્યા છે અને મારી મજાક ઉડાવી રહ્યા છે. 3-4 વર્ષ સુધી મને લાગ્યું કે આ બધું જુઠ્ઠું છે. ઘણા સમય પછી હું માનવા લાગ્યો કે આ વાત સાચી છે. આ ફિલ્મ ઘણી મોટી બની ગઈ છે અને લોકોએ તેને ઘણી વખત જોઈ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નવાઝુદ્દીન સિદ્દીકી તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રૌતુ કા રાઝ’માં જોવા મળે છે. આ ફિલ્મ ZEE5 પર સ્ટ્રીમ થઇ છે. આ પહેલા તેઓ તેલુગુ ફિલ્મ ‘સૈંધવા’માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button