કચ્છ નહીં દેખા તો કુછ નહિ દેખા: કચ્છના રણમાં જોવા મળી Big B પરિવારની ત્રણ પેઢી…

ભુજઃ અમિતાભ અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ ભલે ફિલ્મી દુનિયામાં પ્રવેશ ન કર્યો હોય પરંતુ ખૂબસુરતીને લઈ લાઇમલાઇટમાં રહે છે. આઇઆઇએમ-અમદાવાદમાંથી અભ્યાસ કરતી નવ્યા આરા હેલ્થની સંસ્થાપક અને સીઇઓ છે. તે પ્રોજેક્ટ નવેલી નામથી એક એનજીઓ પણ ચલાવે છે. તે અવાર નવાર પોતાના કામને લઈ ચર્ચામાં આવે છે તો પરિવાર સાથે પણ જોવા મળે છે.

નવ્યા તેની માતા અને નાની સાથે કચ્છના રણમાં આવી હતી. જ્યાં તે માતા શ્વેતા બચ્ચન અને નાની જયા બચ્ચનને ભેટતી જોવા મળી રહી છે. બાદમાં તેણે આ ફોટા હટાવી દીધા હતા. આ પછી તે સાદા કપડાંમાં એકલી જ નજરે પડી હતી. જેને લઈ તે સોલો ટ્રિપ પર ગઇ હોવાનું લાગતું હતું. શ્વેતાએ તેને જાહેરમાં સવાલ કર્યો કે, તેની શૉલ લપેટવાની સાદી-સિંપલ સ્ટાઇલ મામી ઐશ્વર્યાની જેમ બધાને પસંદ આવી હતી.
નવ્યા રજા ગાળવા તેની નાની અને માતા સાથે આવી હતી. જ્યાં તેણે સૂરજના કિરણો વચ્ચે રણપ્રદેશમાં ઉભા રહીને ફોટા ક્લિક કરાવ્યા હતા. વ્હાઇટ અને બ્લૂ કલરની પ્રિન્ટેડ આઉટફિટમાં જયા બચ્ચન સ્ટાઇલિશ લાગતા હતા. જ્યારે બ્લેક સ્વેટશર્ટ સાથે જીંસ અને સ્પોર્ટ શૂઝમાં શ્વેતાનો કૂલ અંદાજ જોવા મળ્યો હતો.

શૉલમાં લપેટાયેલા બચ્ચન પરિવારની ત્રણ પેઢી હસતી-ખિલખિલાટ કરતી એકબીજાને ભેટતી જોવા મળી હતી. જ્યાં એક બાજુ સૂરજ અને બીજી તરફ ચાંદની રાત વચ્ચે ત્રણેય જોવા મળ્યા હતા. જોકે આ તસવીરને બાદમાં નવ્યાએ હટાવી દીધી હતી.
Also read: નવ્યા નવેલી નંદાને મળ્યું અમદાવાદની આઈઆઈએમમાં એડમિશન, પોસ્ટ કરીને આપી માહિતી…
નવ્યાએ વૂલન બેઝ પિંક કલર અને ફૂલ સ્લીવ્સ ટૉપ સાથે ક્રીમ ટ્રાઉઝર પહેર્યું હતું. ખુલ્લા વાળ સાથે સૂરજને પોતાના હાથમાં પકડીને પોઝ આપતી નજરે પડી હતી. સાંજ થતાં જ તેણે બ્લેક કલરની શૉલ ઓઢી હતી. જેના પર મિરર વર્ક પણ કરવામાં આવ્યું હતું. બ્લેક શૂઝની સાથે તેનો સિંપલ લૂક આકર્ષક હતો. નવ્યાએ ઢીલા કપડામાં સિમ્પલ લૂકમાં દિલ જીતી લીધું હતું. તે પોતાના લુક સાથે વધારે અખતરા કરતી નથી.

ઉલ્લેખનીય છે કે નવ્યાએ ગત વર્ષે આઈઆઈએમ-અમદાવાદમાં એડમિશન લીધું હતું. તે અહીં BPGP MBA કોર્સ કરી રહી છે. થોડા દિવસો પહેલા તેણે ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રેન્ડ્સ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.