Bachchan Familyમાં વધુ એક કપલ વચ્ચે પડી દરાર…?

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પોપ્યુલર ગણાતા પરિવારમાં બચ્ચન પરિવાર (Bachchan Famliy)નું નામ લેવાય છે, પણ છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારનું નામ પારિવારિક વિખવાદો અને ખટરાગને કારણે સતત લેવાઈ રહ્યું છે. ઈન્ડસ્ટ્રીમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યાં હવે બચ્ચન પરિવારમાંથી બીજા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અને કદાચ આ સાંભળીને ફેન્સ વધારે દુઃખી થઈ જશે.
આવો જોઈએ શું છે આ સમચાાર-
વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચનન (Amitabh Bachchan)ની દોહિત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) હવે પોતાના ખાસ ફ્રેન્ડ ગણાતા સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi)થી અલગ થઈ ગઈ છે. જી હા, એક સમયે સિદ્ધાંત અને નવ્યા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ખૂબ જ જોરશોરથી ચાલી રહી હતી. હવે એવું કહેવાઈ રહ્યું છે કે નવ્યા અને સિદ્ધાંતનું પણ બ્રેકઅપ થઈ ગયું છે.

બંનેના અફેયરની ચર્ચા ત્યારથી શરૂ થઈ જ્યારે નવ્યા અને સિદ્ધાંતે વેકેશન પર એક જ બાલ્કનીમાંથી ફોટો પોસ્ટ કર્યા હતા. આ સિવાય બંનેને દિવાલી પાર્ટીમાં પણ એક જ કારમાં પ્રવાસ કરતાં પણ જોવા મળ્યા હતા. આટલું ઓછું હોય તેમ સિદ્ધાંત નવ્યાની મમ્મી એટલે કે શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ની બર્થડે પાર્ટીમાં પણ ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં જ કરણ જોહર (Karan Johar)ની બર્થડે પાર્ટીમાં પણ સિદ્ધાંત અને નવ્યા એક સાથે જોવા મળ્યા હતા. આ ઈવેન્ટના થોડાક દિવસ બાદ જ નવ્યા અને સિદ્ધાંત ગોવા એરપોર્ટ પર પણ સાથે જોવા મળ્યા હતા, જેને કારણે પણ બંનેના અફેયરની ચર્ચા જોરશોરથી થઈ હતી. બંનેના ફોટો અને વીડિયો જોઈને લોકોએ તો એવું જ માની લીધું કે બંનેનું અફેયર ચાલી રહ્યું છે, પણ બંને જણે હંમેશા પોતાને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ જ ગણાવ્યા હતા.
અહીંયા તમારી જાણ માટે કે નવ્યા તેની પર્સનલ લાઈફને કારણે હંમેશા જ લાઈમલાઈટમાં રહે છે. સિદ્ધાંત પહેલાં નવ્યાનું નામ મિલાન જાફરી સાથે પણ જોડવામાં આવ્યું હતું.
Also Read –