મનોરંજન

Aaradhya Bachchan માટે Navya Naveli Nandaએ આ શું કહ્યું…

Bachchan Familyની લાડકવાયી Aaradhya Bachchan હંમેશા જ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતી હોય છે, પછી એ એની સુંદરતાને કારણે હોય કે કોઈ પાર્ટીમાં મમ્મી Aishwarya Bachchan સાથે દેખાવવાની વાત હોય. હાલમાં જ ફરી એક વખત આરાધ્યા લાઈમલાઈટમાં આવી છે અને એનું કારણ છે તેની કઝિન બહેન Navya Naveli Nandaને કારણે.
Navya પોતાના પોડકાસ્ટ શો What the hell Navya?ની સેકન્ડ સીઝનમાં Aaradhya Bachchanને લઈને એવી વાત કહી છે કે જે સાંભળીને ચોંકી જશો. જેની ચર્ચા હાલમાં ચોમેર થઈ રહી છે. આઈ નો હવે તેમની જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે બચ્ચન પરિવારમાં તો લોચા લાપસી ચાલી રહ્યા છે તો આરાધ્યા બચ્ચન માટે નવ્યાએ એવું તે શું કહ્યું કે જેની ચર્ચા હાલમાં થઈ રહી છે.

હાલમાં જ નવ્યા નવેલીએ એક ઈન્ટરવ્યુમાં આરાધ્યા બચ્ચનને લઈને કહ્યું હતું કે આરાધ્યા ખૂબ જ સમજદાર છે. ઈન્ટરવ્યુમાં નવ્યાને પૂછવામાં આવ્યું કે તે પોતાની કઝીન બહેન આરાધ્યાને શું સલાહ આપવા માંગે છે? આ સવાલના જવાબમાં નવ્યાએ કહ્યું હતું કે આરાધ્યા તેની ઉંમરના પ્રમાણમાં ખૂબ ખૂબ જ સમજદાર છે અને મેં પણ જોયું છે કે આજકાલના બચ્ચા ખૂબ જ સ્માર્ટ હોય છે અને તેઓ આપણાથી ખૂબ જ આગળ હોય છે. આરાધ્યાની વાત કરું તો આરાધ્યા તેની ઉંમર કરતાં ખૂબ જ વધારે સમજદાર છે. હું જયારે એના જેટલી હતી તો મને આટલું બધું નહોતું ખબર. એને દરેક વસ્તુની મારા કરતાં વધુ જાણકારી હોય છે.

આ પણ વાંચો : રૂબિના દિલૈકની દીકરીને થયો એક્સિડન્ટ, પોડકાસ્ટ પર એક્ટ્રેસે આપી માહિતી…


આ જ કારણે નવ્યાએ આરાધ્યાને કોઈ પણ પ્રકારની સલાહ આપવાનું ટાળ્યું હતું. આરાધ્યા મને નવ્યાએ એવું પણ કહ્યું હતું કે મને એવું લાગે છે કે તેની અંદર ઘણી બધી કવાલિટી છે જે મારે તેની પાસેથી શીખવું પડશે.

આ સિવાય તેણે આજની આધુનિક મહિલાઓ અને તેમના વિચારો વિશે પણ ઘણી બધી વાતો કરી હતી. એટલું જ નહીં તેણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આજની આધુનિક મહિલાઓ દરેક બાબતમાં ખુબ જ આગળ હોય છે અને એ સારી વાત પણ છે. આવનારા સમયમાં એને કારણે ઘણા બધા પરિવર્તન જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button