બચ્ચન પરિવારના ટેબલ ડિનર પર થાય છે કંઈક એવું, નવ્યા નવેલીએ કહ્યું કે અમે લોકો…

બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારોમાં બચ્ચન પરિવારની ગણતરી કરવામાં આવે છે. પરંતુ આ બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક કારણોસર ચર્ચામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે હવે બચ્ચન પરિવારની લાડકવાયી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ બચ્ચન પરિવારના સિક્રેટ્સ ખોલ્યા છે. બચ્ચન પરિવારના આ સિક્રેટ્સ વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. નવ્યાએ આરાધ્યાને લઈને વાત કરી છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ બચ્ચન પરિવારને લઈને ચોંકાવનારા ખુલાસો કર્યા છે. નવ્યાએ એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં જણાવ્યું હતું કે મેં બાળપણથી જ નાના-નાની સાથે ખૂબ જ સમય પસાર કર્યો છે અને હજી પણ સમય પસાર કરું છું. અમે લોકો હજી પણ સાથે છીએ અને યંગ લોકો માટે અસામાન્ય વાત છે. અમે લોકો કોઈ મુદ્દા પર ડિબેટ નથી કરતાં પણ હેલ્ધી ડિસ્કશન કરીએ છીએ.
બચ્ચન પરિવારના ડિનર ટેબલના સિક્રેટ્સ વિશે વાત કરતાં નવ્યાએ આગળ જણાવ્યું હતું કે અમારે ત્યાં એ જ મુદ્દા પર હેલ્ધી ડિસ્કશન થાય છે, જેનો આજે સાથે સંબંધ છે અને મહત્ત્વના હોય છે. અહીંયા તમારી જાણ માટે કે નવ્યાને તેની માતા શ્વેતા અને નાની જયા બચ્ચન સાથે પોડકાસ્ટમાં આપસમાં વિવાદ કરતાં જોવા મળી છે. આ વિશે નવ્યાએ વાત કરી હતી.

નવ્યાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. જોકે, અમે લોકો ખૂબ જ અલગ અલગ પર્સનાલિટીવાળા લોકો છીએ. પહેલી વાત તો એ છે કે જેની વચ્ચે અમે મોટા થઈએ છીએ એ પરિવાર અને સન્માન. અમારા મનમાં એકબીજાને લઈને ખૂબ જ સન્માન છે અને આ સિવાય અમે લોકો જ્યાંથી આવ્યા છીએ એને માટે સન્માન છે.
અત્રે ઉલ્લેખનીય છે ને નવ્યા નવેલી નંદાએ પોતાના સગા ભાઈ અગત્સ્ય નંદા અને તેની કઝિન ભાઈ આરાધ્યા બચ્ચનને લઈને પણ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું તે હંમેશા લોકોનું સન્માન કરે છે, કારણ કે તે આ જ રીતે મોટી થઈ છે. તેને પરિવાનું મૂલ્ય અને મહત્ત્વ બંનેને સારી રીકે સમજે છે.
આ પણ વાંચો…નવ્યા નવેલી નંદાએ અમદાવાદ માટે કહી એવી વાત કે… યુઝર્સે કહ્યું પહેલી વખત…



