આ કારણે ફિલ્મોથી દૂર રહે છે બચ્ચન પરિવારની આ લાડલી, મિત્રોએ મજાક પણ ઉડાવી, તેમ છતાં…

બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અને સૌથી પાવરફૂલ ફેમિલીમાં કરવામાં આવે છે. પરિવારનો દરેક સભ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને હવે તો અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય નંદા પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. પરંતુ બીજી બાજુ અગત્સ્યની બહેન નવ્યા નવેલી નંદા ફિલ્મોને ના કહી, મિત્રોએ તેની મજાક પણ ઉડાડી… હવે નવ્યાએ કેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી નહીં લીધી એ વિશે ખુલાસો કર્યો છે.
બોલીવૂડમાં બચ્ચન પરિવાર અને કપૂર ખાનદાનનું સૌથી મોટું યોગદાન છે. 83 વર્ષે પણ બિગ બી હજી એક્ટિવ છે. બચ્ચન પરિવારની યુવાપેઢી પણ ધીરે ધીરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવાની દિશામાં આગળ વધી રહી છે. બિગ બી અને જયા બચ્ચનનો દોહિત્ર અને શ્વેતા નંદાનો દીકરો અગત્સ્ય પણ ટૂંક સમયમાં જ ફિલ્મ ઈક્કીસથી બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોને નવ્યા નવેલી નંદા પાસેથી પણ આ જ અપેક્ષા હતી. પરંતુ થયું કંઈક અલગ જ. નવ્યાએ ફિલ્મોથી દૂર રહીને પિતા નિખિલ નંદાના નક્શે કદમ આગળ વધી રહી છે. નવ્યાએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે.

નવ્યાએ પોતાની બહેનપણી સુહાના ખાન અને અનન્યા પાંડેથી અલગ ચીલો ચાતરીને પોતાના માટે એક અલગ રસ્તો પસંદ કર્યો છે. નવ્યાએ એક્ટિંગને છોડીને બિઝનેસ વર્લ્ડમાં એન્ટ્રી મારી છે. 27 વર્ષીય નવ્યા કોઈ ખાસ ઈન્ટ્રોડક્શનની મોહતાજ નથી અને તેણે પોતાના દમ પોતાની ઓળખ બનાવી છે. નવ્યાએ આ વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હું મારી જાતને એક પ્રોફેશન પૂરતી મર્યાદિત નહોતી રાખવા માંગતી. હું એક એન્ટરપ્રેન્યોર છું અને એ જ કરીશ. મને નવું નવું કામ શિખવું ખૂબ જ પસંદ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્યારેક નવ્યા ટ્રેક્ટર એસેમ્બલ કરતી જોવા મળે છે તો ક્યારેક તે પેરિસમાં જાણીતી બ્યુટી પ્રોડક્ટ બનાવતી બ્રાન્ડ માટે રેમ્પ વોક કરતી જોવા મળે છે. નવ્યાને આમાંથી ઘણું શીખવા મળે છે અને તેને આ બધામાંથી ઘણું બધું શીખવા મળે છે.
નવ્યાએ આગળ જણાવ્યું હતું કે મેં જ્યારે પરિવારથી અલગ રસ્તો પસંદ કર્યો ત્યારે લોકોએ મને ઘણા સવાલો કર્યા. ટ્રેક્ટરને જોઈને હું જે રીતે એક્સાઈટેડ થઈ જાઉં છું એ જોઈને મારા મિત્રોએ મારી મજાક પણ ઉડાડી. પણ મને ટ્રેક્ટરનો ખૂબ જ શોખ છે. નવ્યાએ નાના-નાની કે મામા-મામીની જેમ એક્ટિંગમાં કરિયર બનાવવાને બદલે પિતા નિખિલ નંદાની જેમ બિઝનેસ વર્લ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો…બચ્ચન પરિવારના ટેબલ ડિનર પર થાય છે કંઈક એવું, નવ્યા નવેલીએ કહ્યું કે અમે લોકો…
 
 
 
 


