મનોરંજન

હેં, આટલો જૂનો નેકલેસ પહેરીને કેમ Anant-Radhikaના લગ્નમાં પહોંચી Bachchan Familyની ફિમેલ મેમ્બર!

મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani- Nita Ambani)ના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani- Radhika Merchant Wedding) હાલમાં જ સંપન્ન થયા. આ લગ્નમાં અંબાણી પરિવારે જેટલી લાઈમ લાઈટ લૂંટી એટલી જ લાઈમ લાઈટ બચ્ચન પરિવાર (Bachchan Family) પણ લૂંટી હતી.
અંબાણીઝના આ ઈવેન્ટમાં બચ્ચન પરિવારમાં ચાલી રહેલા વિખવાદની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. પણ અત્યારે આપણે અહીં વાત કરવાના છીએ બચ્ચન પરિવારની લાડકવાયી શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા (Shweta Nanda’s Daughter Navya Naveli Nanda) વિશે. ચાલો જાણીએ કે આખરે એવું તે શું કર્યું નવ્યાએ કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે-

આ પણ વાંચો: પરિણીત પુરુષને પ્રેમ કરવા વિશે આ શું કહ્યું Rekhaએ? Jaya Bachchan સાંભળશે તો…

અનંત-રાધિકાના લગ્નમાં અમિતાભ બચ્ચન- જયા બચ્ચન (Amitabh Bachchan-Jaya Bachchan) પોતાની દીકરા શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન (Shweta Bachchan, Abhishek Bachchan), જમાઈ નિખિલ નંદા (Nikhil Nanda) અને દોહિત્રી નવ્યા સાથે પહોંચ્યા હતા. અનંત-રાધિકાના સંગીતમાં નવ્યાએ પોતાની ફેશન સેન્સથી લોકોના દિલ જિતી લીધા હતા અને એના લૂકની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. એટલું જ નહીં પણ સૌથી વધુ ચર્ચા તો નવ્યાની જ્વેલરીની થઈ રહી છે.
સંગીતમાં નવ્યાએ ફેમસ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલો મરુન રંગનો સ્ટાઈલિશ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે નવ્યાએ ઓફ શોલ્ડર ટ્યુબ ટોપ સાથે ટાઈટ ફિશ કટ સ્કર્ટ પહેર્યું હતું અને એની સાથે મરુન રંગનો જ દુપટ્ટો પણ કેરી કર્યો હતો. પોતાના લૂકને કમ્પ્લિટ કરવા માટે નવ્યાએ મિનિમલ જ્વેલરી પહેરી હતી આ જ્વેલરી એકદમ ખાસ છે.
એવું કહેવાય છે કે નવ્યાએ પહેરેલા ડાયમંડના નેકપીસમાં પન્ના જડવામાં આવ્યા હતા. આ નેકપીસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ નેકપીસ શ્વેતા બચ્ચનનો છે અને એ પણ પૂરા 27 વર્ષ જૂનો. 1997માં શ્વેતા બચ્ચને પોતાના લગ્નમાં આ નેક પીસ પહેર્યો હતો અને એ સમયે તેણે મમ્મી જયા બચ્ચન સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. નવ્યાની જેમ જ શ્વેતા પર પમ આ નેકપીસ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે અને હવે નવ્યાએ અનંતના સંગીતમાં મમ્મીનો આ નેકલેસ પહેર્યો હતો અને બંનેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button