મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા(Navya Naveli Nanda)ને MBA કોર્સ માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માં એડમીશન મળ્યું છે. 26 વર્ષીય નવ્યાએ રવિવારે રાત્રે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં IIMAમાં એડમીશન મળ્યાની જાહેરાત કરી હતી, આ બાદ વિવદ ઉભો થયો હતો. ઘણા લોકોએ આરોપ લગાવ્યો હતો કે નવ્યાને NRI કે મેનેજમેન્ટ કોટામાં એડમીશન મળ્યું છે.
નવ્યાની પોસ્ટ બાદ કેટલાક લોકોએ કમેન્ટ કરી હતી કે આ રીયલ MBA કોર્સ નથી. ઘણાએ સવાલ ઉઠાવ્યા કે એક સ્ટાર કિડને ઉચ્ચ અભ્યાસ માટે ખુબ ઊંચા માનાંક ધરવતી એક સંસ્થામાં એડમીશન કેવી રીતે મળી ગયું, અને ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા કે નવ્યા નંદાનો બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) IIM અમદાવાદના ફ્લેગશિપ MBA પ્રોગ્રામથી અલગ છે. કેટલાકે સવાલ ઉઠાવ્યા કે નવ્યાને ક્વોટા પર IIMAમાં એડમીશન મળ્યું છે.
IIMAના પ્રોફેસરે નવ્યાનો બચાવ કર્યો:
IIM અમદાવાદના એક પ્રોફેસરે નાવ્યાનો બચાવ કરતા સોમવારે X પર પોસ્ટ કરી હતી. IIM-A ના એસોસીએટ પ્રોફેસર પ્રોમિલા અગ્રવાલે એક X યુઝરને જવાબ આપ્યો કે IIM-A માં કોઈપણ પ્રોગ્રામ માટે ક્વોટા નથી, નવ્યાએ અન્ય ઉમેદવારોની જેમ કટ ઓફ અને ઈન્ટરવ્યુ ક્લિયર કર્યો હતો. નાવ્યા પાસે “સોલીડ સીવી” છે.
પ્રોમિલા અગ્રવાલે લખ્યું કે, “અમારે ત્યાં કોઈપણ પ્રોગ્રામમાં કટ ઓફ અને ઇન્ટરવ્યૂ માટે કોઈ ક્વોટા છે તેવું માનીને આઈઆઈએમએનું અપમાન કરશો નહીં.”
પ્રોમિલા અગ્રવાલે વધુમાં લખ્યું કે “લાંબા સમયથી, ભારત ચર્ચા ચાલી રહી છે કે શા માટે ઉચ્ચ શિક્ષણ માટે ઇલાઇટ પરિવારોના બાળકો ભારતની બહાર જાય છે, તેઓ ભારતીય કોલેજોમાં કેમ ભણતા નથી? એક છોકરીએ ઓનલાઈન એમબીએ માટે આઈઆઈએમએમાં પ્રવેશ મેળવે છે, એમાં શું તકલીફ છે.”