નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલય નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને નેશનલ ફિલ્મ એવોર્ડ(70th National Film Awards)ના વિજેતાની જાહેરાત કરી છે.
ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા આ વખતે મોટી બાજી મારી છે. રિષભને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, તો આ ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.
આ વર્ષે બોલિવૂડની કોઈ અભિનેત્રીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો નથી. નિત્યા મેનેન (થિરુચિત્રંભલમ) અને માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ)ને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.
ઊંચાઈ ફિલ્મ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટીંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
સૂરજ આર બડજાત્યાએ ઉંચાઈ ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
મલયાલમ ફિલ્મ અટ્ટમને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો. કંતારાને બેસ્ટ ફિલ્મ (હોલસમ એન્ટરટેઈનમેન્ટ), બ્રહ્માસ્ત્રને બેસ્ટ વીએફએક્સ ફિલ્મનો એવોર્ડ મળ્યો.
સ્પેશીયલ મેન્શનમાં મનોજ બાજપેયીને ફિલ્મ ગુલમહોર માટે નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો. મ્યુઝિક ડાયરેક્ટર સંજય સલીલ ચૌધરીનોને સ્પેશીયલ મેન્શન એવોર્ડ મળ્યો.
પ્રીતમને બ્રહ્માસ્ત્ર માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો. એઆર રહેમાને પોનીયિન સેલવાન-2 માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવોર્ડ જીત્યો. પોનીયિન સેલવાન માટે આનંદ કૃષ્ણમૂર્તિએ બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનનો એવોર્ડ જીત્યો.
શર્મિલા ટાગોરની ગુલમોહરને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો.
મણિરત્નમ દ્વારા નિર્દેશિત પોનીયિન સેલવાન-1 એ શ્રેષ્ઠ તમિલ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. KGF 2ને બેસ્ટ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
કાર્તિકેય 2 ને બેસ્ટ તેલુગુ ફિલ્મ એવોર્ડ મળ્યો .
અરિજિત સિંહને બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે.
નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં મોનો નો અવેરને બેસ્ટ સ્ક્રિપ્ટ અને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો. સંગીતકાર વિશાલ શેખરને પણ શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ મળ્યો હતો.