National Awards 2025: શાહરૂખ ખાન અને રાની મુખર્જીની પહેલી ઝલક આવી સામે | મુંબઈ સમાચાર
મનોરંજન

National Awards 2025: શાહરૂખ ખાન અને રાની મુખર્જીની પહેલી ઝલક આવી સામે

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનમાં આજે સિતારાઓનો જમાવડો છે કારણ કે આજે નેશનલ એવોર્ડ્સ એનાયત થઈ રહ્યા છે. આ સમારોહમાં બધાની નજર કિંગ ખાન પર ટકી છે. શાહરૂખ ખાનને પહેલીવાર તેની ફિલ્મ જવાન માટે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તેની સાથે અભિનેત્રી રાની મુખર્જીને પણ પહેલીવાર ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે નેશનલ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

આ બન્નેની એક તસવીર સામે આવી છે. જેમાં શાહરૂખ ઑલ બ્લેક સ્યૂટમાં દેખાઈ રહ્યો છે જ્યારે રાનીએ ગોલ્ડન સાડી પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે, તેમ જ ગળામાં લાઈટ વેઈટ નેક્સલેસ પહેર્યો છે. શાહરૂખ ખાન અને રાનીની પાછળ 12th Fail માટે એવોર્ડ લેવા આવેલો સ્ટાર વિક્રાંત મેસી બેઠેલો દેખાય છે. જે ઑફ વ્હાઈટ અટાયરમાં આવ્યો છે, જેની બાજુમાં ગીતકાર પ્રસુન્ન જોશી બેસેલા દેખાય છે.

કઈ ફિલ્મને મળ્યો એવોર્ડ

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ કટહલ- અ જેકફ્રૂટ મિસ્ટ્રી

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – 12th ફેઈલ

શ્રેષ્ઠ અભિનેતા – શાહરૂખ ખાન (જવાન) અને વિક્રાંત મેસી ( 12th ફેલ)

શ્રેષ્ઠ અભિનેત્રી – રાની મુખર્જી(મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે)

દાદાસાહેબ ફાળકે એવોર્ડ – મોહનલાલ

શ્રેષ્ઠ દિગ્દર્શન – ધ કેરળ સ્ટોરી (સુદીપ્તો સેન)

શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ – રોકી ઔર રાની કી પ્રેમ કહાની

આ પણ વાંચો…નેશનલ એવોર્ડ મળતા શાહરૂખની ખુશી વીડિયોમાં છલકાય, પણ ફેન્સનું ટેન્શન કેમ વધ્યું?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button