નેશનલ એવોર્ડ જીતનારા આ નાનકડા કલાકારો કોણ છે, જાણો છો? અહીંયા જાણી લો એક ક્લિક પર…

નવી દિલ્હી ખાતે ગઈકાલે 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમયે શાહરૂખ ખાન, વિક્રાંત મેસી, રાણી મુખર્જી સહિતના કલાકારોને નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર એક નામ સૌથી વધુ ચર્ચાઈ અને સર્ચ થઈ રહ્યું છે એ નામ છે ત્રિશા થોસર.
જોકે, ત્રિશા થોસર એકલી નથી કે જેને નાની ઉંમરમાં નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હોય. ત્રિશા સાથે બીજા પણ કેટલાક બાળકો છે કે જેમણે નાની ઉંમરે નેશનલ એવોર્ડ જિતીને ટેલેન્ટની કોઈ ઉંમર નથી હોતી એ વાત સાબિત કરી આપી છે. ચાલો જોઈએ કોણ છે આ બાળકો…
આ પણ વાંચો: Amitabh Bachchan, Rajnikanthને પાછળ મૂકી આ કલાકારે જિત્યા છે સૌથી વધુ નેશનલ એવોર્ડ્સ…
71મા નેશનલ એવોર્ડ સેરેમનીમાં પાંચ બાળકોને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં ત્રિશા થોસર, શ્રીનિવાસ પોકલે, ભાર્ગવ જગતાપ, કબીર ખંદારે, સુકૃતિ વેણી બંદ્રેડીનો સમાવેશ થાય છે. પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા ક્યુટ એવી ત્રિશાની થઈ રહી છે.
ત્રિશા થોસર વિશે વાત કરીએ તો ત્રિશાને ફિલ્મ નાળ માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ત્રિશાને સ્ટેજ પર આવતી જોઈને હાજર તમામ લોકોના ચહેરા ખિલી ઉઠ્યા હતા. ત્રિશાએ પોતાના નાનકડાં કરિયરમાં મહેશ માંજરેકર અને સિદ્ધાર્થ જાધવ જેવા કલાકારો સાથે કામ કરી ચૂકી છે. ત્રિશાએ મહેશ માંજરેકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પુન્હા શિવાજીરાજે ભોસલેમાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો.
આ પણ વાંચો: ‘ધ કેરલા સ્ટોરી’: રિલીઝ સમયે પણ વિવાદ, હવે નેશનલ એવોર્ડ મળતા જ ખુદ CM થયા નારાજ!
નાનકડી ત્રિશાએ પણ નેશનલ એવોર્ડ મળ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે એવોર્ડ મળ્યા બાદ ત્રિશાએ જણાવ્યું હતું કે મને ખૂબ જ ખુશી થઈ છે આ એવોર્ડ મળ્યો એટલે. રાષ્ટ્રપતિ મહોદયાએ પણ મને ખૂબ જ શુભેચ્છા આપી હતી. વાત કરીએ શ્રીનિવાસ પોકલેની તો શ્રીનિવાસ પોકલે અને ભાર્ગવ જગતાપને ફિલ્મ નાળ-2 માટે બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કબીર ખંદારે અને સુકૃતિ વેણી બંદ્રેડ્ડીને કઈ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો એની તો કબીર ખંદારેને મરાઠી ફિલ્મ જિપ્સી માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. નાનકડો કબીર ધોતી-કુર્તો અને પાઘડી પહેરીને સ્ટેજ પર પહોંચ્યો કે તેણે લોકોનું ધ્યાન ખેંચી લીધું હતું. સુકૃતિ વેણી બંદ્રેડ્ડીની વાત કરીએ તો તેને તેલુગુ ફિલ્મ ગાંધી તથા ચેટ્ટુ માટે બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ માટે એવોર્ડ મળ્યો હતો.