હાર્દિકથી છૂટા પડ્યા બાદ જોઇ લો નતાશાની પુલમાં મોજ મસ્તી, કોણ છે સાથે?
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેન્કોવિક બંને છૂટા પડ્યા તેને વધુ સમય નથી થયો અને તેમના છૂટાછેડાની વાતો ફેન્સ માટે પણ આંચકો પમાડનારી હતી. જોકે, હવે ખાસ કરીને હાર્દિકના ચાહકો જે જોઇ રહ્યા છે તે જોઇ તેમને વધુ આંચકો લાગ્યો છે અને અમુક લોકો તો રોષે પણ ભરાયા છે.
હાર્દિકથી છૂટા પડ્યા બાદ નતાશા પોતાના જીવનમાં મસ્ત છે અને તેને કોઇ પસ્તાવો કે દુ:ખ હોય તેવું નથી લાગતું, એવું કહેવું છે નેટીઝન્સનું. નેટીઝન્સે આવી ધારણા એટલા માટે બાંધી લીધી છે કારણ કે નતાશાની અમુક તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે અને આ તસવીરોમાં તે એકલી નથી તેની સાથે હજી એક વ્યક્તિ છે.
નતાશાએ હાલમાં જ કાસા વેગેટરમાં સ્વીમિંગ પૂલમાં મોજ મસ્તી કરી રહી હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી હતી અને આ તસવીરોમાં તે એલેક્ઝાન્ડર ઇલીચ સાથે દેખાઇ રહી છે. બંને જણ સ્વીમિંગ પૂલમાં હળવાશની પળો માણી રહેલા અને ખૂબ જ એન્જોય કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોઇ શકાય છે. એવામાં બંને જણ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
જોકે આ બધુ જોઇને હાર્દિકના ફેન્સ નારાજ છે. અમુક ફેન્સે નતાશાની આવી તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર મૂકવા બદલ ટીકા કરી હતી તો અમુક લોકોએ લખ્યું હતું કે હાર્દિક પંડ્યા બિચારો ખૂણામાં બેસીને રોતો હશે. એક યુઝરે તો લખી નાખ્યું કે આ મહિલાને જરાય શરમ હોય તેવું નથી લાગતું. હજી હાલમાં જ તેના છૂટાછેડા થયા છે ત્યાં રંગ દેખાડવાના શરૂ કરી દીધા.
ઉલ્લેખનીય છે કે જાતભાતની કોમેન્ટ્સ ચાલી રહી છે ત્યારે અમુક લોકોએ નતાશા જે રીતે પોતાનું જીવન જીવવા ઇચ્છે તે જીવી શકે છે. તે સત્તાવાર રીતે હાર્દિકથી છૂટી પડી ગઇ છે, એવી સલાહ આપી લોકોને બીજાના જીવનમાં માથું ન મારવાનું કહ્યું હતું.
જણાવી દઇએ કે નતાશા અને હાર્દિક ભલે છૂટા પડી ગયા હોય, પરંતુ તે સાથે મળીને પુત્ર અગત્સ્યનો ઉછેર કરી રહ્યા છે. કહેવાય છે કે બંનેની જીવનશૈલી જુદી હોવાના કારણે બંનેએ છૂટા થવાનો નિર્ણય લીધો હતો.