મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Hardik Pandyaથી ડિવોર્સ લીધા બાદ Natasa Stankovik કયું મોટું પગલું લેવાની તૈયારીમાં?

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)ના ડિવોર્સ વિશે જ સાંભળવા અને વાંચવા મળી રહ્યા છે. થોડાક સમય પહેલાં જ નતાસાએ હાર્દિકે તેની સાથે ચીટિંગ કરી હોવાની હિન્ટ આપતી પોસ્ટ કરી હતી. હવે નતાસાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને વધુ એક હિન્ટ આપી છે. હવે મોડેલ, એક્ટ્રેસ પોતાની સ્ટોરી પર વધુ એક ચેન્જિસની જાહેરાત કરતી પોસ્ટ કરી છે.

હાર્દિક પંડ્યાથી છૂટી પડીને નતાસા સ્ટેનકોવિક પોતાના પિયર સાર્બિયા પાછી ફરી છે અને હાલમાં એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની પોસ્ટ પરથી જ ખ્યાલ આવે છે કે તે તેની ચાર વર્ષના દીકરા અગસ્ત્ય સાથે ખૂબ જ એન્જોય કરી રહી છે. હાલમાં જ નતાસાએ ફરી એક પોસ્ટ શેર કરી છે જેને કારણે એક નવો જ ફણગો ફૂટ્યો છે.

આ પણ વાંચો: Hardik Pandya and Natasa Stankovicના છુટાછેડા એ પબ્લિસિટી સ્ટન્ટ? જાણો કોણે કર્યો આવો દાવો?

નતાસાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક સેલ્ફી પોસ્ટ કરી છે અને એમાં તે હસતી જોવા મળી રહી છે. આ ફોટો પર તેણે કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે તમે બધું ભગવાનને સોંપી દો છે ત્યારે તમને એક નવું નામ મળે છે. તમે એ નથી રહેતાં જે તમે હતા પણ એ એ છે જે ભગવાન કહો છો એ તમે છો.

આ પોસ્ટથી નતાસાએ હાર્દિક સાથેના ડિવોર્સ બાદ નતાસાએ કાં તો પોતાનું નામ બદલી નાખ્યું છે કે પછી કાં તો તે નામ બદલવાની તૈયારીમાં છે અને એ વિશે જ વિચાર કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નતાસાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અનેક ફોટો અને વીડિયો શેર કર્યા છે જેમાં તે પોતાના દીકરા અગત્સ્ય સાથે પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે તો બીજા એક ફોટોમાં કે અગત્સ્ય સાઈકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. આ પહેલાં પણ એક્ટ્રેસ દીકરા સાથેની આઉટડોર મોમેન્ટ શેર કરી હતી જેમાંથી એક પોસ્ટ પર હાર્દિક પંડ્યાએ લાઈક પર કર્યું હતું.

અહીંયા તમારી જાણ માટે કે હાર્દિક અને નતાસાએ 2020માં લગ્ન કર્યા હતા અને 2021માં દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો. પરંતુ 2024ની શરૂઆતથી જ તેમના વચ્ચે ભંગાણ પડ્યું હોવાના સમાચારો સામે આવી રહ્યા હતા અને આખરે જુલાઈમાં હાર્દિક અને નતાસાએ છૂટા પડવાની જાહેરાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button