મનોરંજનસ્પોર્ટસ

શું હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળશે? નતાસા સ્ટેનકોવિક મુંબઇ આવી

અભિનેત્રી અને મોડલ નતાસા સ્ટેનકોવિક મુંબઈ પરત ફરી છે. તે આ વર્ષે જુલાઈમાં તેના પુત્ર અગસ્ત્ય પંડ્યા સાથે તેના વતન સર્બિયા ગઈ હતી. થોડા દિવસો પછી, તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેણે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા છે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે જાન્યુઆરી 2020 માં તેમની સગાઈની તસવીરો શેર કરીને તેમના સંબંધોની જાહેરાત કરી હતી. પછી તે જ વર્ષે કોવિડ દરમિયાન, કપલે લગ્ન કર્યા હતા અને ત્યાર બાદ તેમને ત્યાં પુત્ર અગસ્ત્ય પંડ્યાનો જન્મ થયો હતો. જોકે, લગ્નના ચાર વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા.

નતાશાએ તેના ઈન્સ્ટા હેન્ડલ દ્વારા તેના ફેન્સ અને ફોલોઅર્સને જણાવ્યું છે કે તે લગભગ દોઢ મહિના પછી મુંબઈ પરત આવી છે. એરપોર્ટ પરથી અને પછી ફ્લાઇટની અંદરથી તેની તસવીરો શેર કરતી વખતે, તેણે પહેલા સંકેત આપ્યો હતો કે તે ભારત પરત આવી રહી છે. ત્યારબાદ તેણે કારની અંદરથી એક પોસ્ટ કરી જેના દ્વારા તેણે ખુલાસો કર્યો કે તે મુંબઈ પરત આવી ગઈ છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે- હેલો મુંબઈ.

આ પણ વાંચો : Natasa Stankovik બાદ આ ખાસ વ્યક્તિએ પણ છોડ્યો Hardik Pandyaનો સાથ?


ક્રિકેટર હાર્દિક પંડ્યા લાંબા સમયથી તેના વહાલા પુત્રથી દૂર છે. આવી સ્થિતિમાં, હવે જ્યારે નતાશા પરત આવી છે, ત્યારે હાર્દિક તેના પુત્ર અગસ્ત્યને મળી શકશે. દરેક વ્યક્તિ જાણે છે કે હાર્દિક તેના પુત્રને લઈને કેટલો ભાવુક છે. જોકે, આ વખતે તેમના પુત્રએ તેનો જન્મદિવસ હાર્દિકથી દૂર સર્બિયામાં ઉજવ્યો હતો. એ સમયે હાર્દિક ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેઓ મહિનાઓથી તેમના પુત્ર અગસ્ત્યને મળ્યા નથી.

આ પહેલા ટી20 વર્લ્ડ કપના કારણે તે તેના પુત્ર અગસ્ત્યથી દૂર હતો અને ટૂર્નામેન્ટ પુરી કરીને ભારત પરત ફરતા જ તેની પૂર્વ પત્ની નતાશા બાળક સાથે સર્બિયા જવા રવાના થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં હાર્દિકને અગસ્ત્ય સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળ્યો નથી.

તાજેતરમાં જ નતાસા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાનું સાચું કારણ સામે આવ્યું હતું. કપલના નજીકના એક સૂત્રએ કહ્યું હતું કે નતાશાને હાર્દિકની હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટી લાઇફસ્ટાઇલ સાથે મેળ બેસાડવામાં તકલીફ થતી હતી. તેણે હાર્દિક સાથે મેળ બેસાડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ હાર્દિકે પોતાની જાતને બદલી નહીં. તેથી આખરે નતાસાએ હાર્દિકથી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો.

નતાસાથી અલગ પડ્યા બાદ હાલમાં હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…