મનોરંજનસ્પોર્ટસ

Hardik Pandya સાથેના ડિવોર્સ બાદ પણ Natasa Stankovikએ કેમ કહ્યું અમે હજી પરિવાર છીએ?

એક્ટ્રેસ અને મોડેલ નતાસા સ્ટેકોવિક અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યાએ જ્યારથી ડિવોર્સ લીધા છે ત્યારથી તેઓ સતત ચર્ચામાં રહે છે. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા અને કપલને એક ચાર વર્ષનો દીકરો પણ છે જેનું નામ અગત્સ્ય છે. હાલમાં જ નેહા ધુપિયાની દીકરીની બર્થડે પાર્ટીમાં અગત્સ્ય સાથે પહોંચેલી નતાસાએ એવું નિવેદન આપ્યું છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ એવું તે શું કહ્યું નતાસાએ-

આ પણ વાંચો: Natasa Stankovic અને Aleksandar Alexના Viral Video પર યુઝર્સે કરી એવી કમેન્ટ કે…

વાત જાણે એમ છે કે શુક્રવારની સાંજે નતાસા દીકરા અગત્સ્ય સાથે નેહા ધુપિયાની દીકરી મહેરની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી. પાર્ટી બાદ તે અગત્સ્યને સંભાળતી જોવા મળી હતી અને એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે તે દીકરા અગત્સ્યનું ધ્યાન એકલી રાખી રહી છે. ડિવોર્સના થોડાક સમય બાદ નતાસા પોતાના પિયર સાર્બિયા જતી રહી હતી અને જેને કારણે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે નતાસા ટૂંક સમયમાં જ ફરી અગત્સ્યને લઈને વિદેશ જતી રહેશે. પરંતુ આ બંનેને લઈને નતાસાએ સ્પષ્ટતા કરી હતી.

એક ઈન્ટરવ્યુમાં નતાસા સ્ટેનકોવિકે જણાવ્યું હતું કે તે એક્સ હસબન્ડ હાર્દિક સાથે મળીને દીકરાની પરવરિશ કરી રહી છે. આ સાથે સાથે જ તેણે એવું પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ક્યારેય સાર્બિયા શિફ્ટ નહીં થાય. આ જ ઈન્ટરવ્યુમાં નતાસાએ જણાવ્યું હતું કે મારા કાન પર એવી વાતો આવી છે કે હું પાછી સાર્બિયા જઈ રહી છું, હું પાછી કઈ રીતે જઈ શકું, મને એક દીકરો છે.

આ પણ વાંચો: Hardik Pandyaના બર્થડેના દિવસે જ Natasa Stankovicએ કરી એવી હરકત કે…

આગળ તેણે જણાવ્યું હતું કે અગત્સ્ય અહીંયા સ્કુલમાં જાય છે અને કોઈ ચાન્સ નથી કે હું પાછી વિદેશ શિફ્ટ થાઉં. તે અહીંયાનો છે અને તેનો પરિવાર અહીંયા જ છે. અમે (હું અને હાર્દિક) હજી પણ પરિવાર છીએ. અગત્સ્યને એક પરિવાર છે અને તેને બંને પેરેન્ટસની ખૂબ જ જરૂર છે. મને 10 વર્ષ થઈ ગયા છે અને હું દર વર્ષે એક જ વખત સાર્બિયા જાઉ છું.

આ સમયે નતાસાને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે શું તું અને હાર્દિક બંને સાથે મળીને અગત્સ્યનો ઉચ્છેર કરો છો, જેના જવાબમાં પણ નતાસાએ હા જ કહ્યું હતું. નતાસાનું નામ એલેક્ઝાંડર એલિસ સાથે જોડવામાં આવી રહ્યું છે અને બંને જણ સતત સાથે જોવા મળી રહ્યા છે. જોકે, બંનેએ આ વિશે કંઈ પણ ખુલીને કહ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button