Hardik Pandyaના બર્થડેના દિવસે જ Natasa Stankovicએ કરી એવી હરકત કે…
ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) 31મો બર્થડે સેલિબ્રેટ કર્યો. આ બર્થડે હાર્દિકને બે કારણોસર યાદ રહેશે એક કારણ એટલે હાર્દિક પંડ્યા આ બર્થડે પોતાની પત્ની નતાસા સ્ટેનકોવિક અને દીકરા અગત્સ્ય વિના ઊજવવો પડ્યો હતો અને બીજું કારણ એટલે નતાસાએ જન્મદિવસે જ કરેલી હરકત… નતાસાએ હાર્દિક પંડ્યાના જન્મદિવસે જ એક એવો વીડિયો શેર કર્યો છે કે જે જોઈને હાર્દિકને તો ઝટકો લાગશે જ પણ એના ફેન્સને પણ ઝટકો લાગ્યો છે. આવો જોઈએ શું કર્યું નતાસાએ-
હાર્દિક પંડ્યાની એક્સ વાઈફ નતાસા સ્ટેનકોવિકે યુટ્યુબર એલ્વિશ યાદવ સાથેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં એલ્વિશ અને નતાસા બંને બીચ પર રોમેન્ટિક અંદાજમાં વોક કરતાં જોવા મળ્યા હતા. નતાસાએ સ્ટેનકોવિકે વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે વાઈબિંગ ઓન એ હોલ ન્યુ લેવલ… આ પોસ્ટ પર એલ્વિશ યાદવે પણ કમેન્ટ કરતાં લખ્યું છે કે દોસ્તો કૈસા લગા સરપ્રાઈઝ… બસ પછી તો પૂછવું શું વીડિયો પર કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ થઈ ગયો.
નતાસાના આ વીડિયો પર ફેન્સ હાર્દિકને ટેગ કરીને પૂછી રહ્યા છે કે કેવું લાગ્યું સરપ્રાઈઝ? તો વળી કેટલાક લોકોનું એવું કહેવું છે કે નતાસાએ હાર્દિકના જન્મદિવસે આવું નહોતું કરવું જોઈતું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં જ નતાસાએ એક પંજાબી ગીતનો વીડિયો પણ રીલિઝ કર્યો હતો. આ ગીતને ફેન્સ ખૂબ જ પ્રેમ આવે છે. પોતાના ગીત પર જ નતાસાએ એલ્વિશ સાથેનો વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો : શું હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળશે? નતાસા સ્ટેનકોવિક મુંબઇ આવી
એલ્વિશ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર અને યુટ્યૂબર છે અને તેણે બિગ બોસ ઓટીટી સિઝન ટુનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો જેને કારણે તેના નેમ અને ફેમમાં વૃદ્ધિ થઈ હતી. વાત કરીએ નતાસાની તો નતાસા એક મોડેલ, એક્ટ્રેસ છે અને હાર્દિક પંડ્યા અને નતાસાએ આ જ વર્ષે ડિવોર્સની જાહેરાત કરી હતી. 2020માં હાર્દિક અને નતાસાએ લગ્ન કર્યા હતા.