Natasa Stankovic એ કર્યું કંઈ એવું કે જોઈને Hardik Pandya તો…
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. આ જ વર્ષે જુલાઈમાં હાર્દિક અને મોડેલ નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovic)એ ઓફિશિયલી ડિવોર્સ એનાઉન્સ કર્યા હતા. ડિવોર્સ બાદ હાર્દિકનું નામ અનેક એક્ટ્રેસ અનન્યા સાથે જોડાયું તો બીજી બાજું નતાસાનું નામ પણ એલેક્ઝાંડર સાથે જોડાયું.
હવે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે નતાસાનું દિલ તેના એક્સ બોયફ્રેન્ડ અને એક્ટર અલી ગોની (Aly Goni) પર આવ્યું છે… ચાલો જાણીએ આ દાવામાં કેટલી સચ્ચાઈ છે અને આખરે નતાસાએ એવું તે શું કર્યું કે લોકો આવી અટકળો લગાવી રહ્યા છે-
વાત જાણે એમ છે કે હાર્દિક સાથે લગ્ન પહેલાં નતાસા અને અલી લાંબો સમય સુધી રિલેશનશિપમાં હતા, પણ આખરે તેમનું બ્રેકઅપ થઈ ગયું. નતાસાએ હાર્દિક સાથે લગ્ન કર્યાં તો અલી તેની જ બેસ્ટ ફ્રેન્ડ જાસ્મીન ભસીન સાથે રિલેશનશિપમાં આવ્યો. અલી ગોની અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર જાસ્મીન સાથેના રોમેન્ટિક ફોટો શેર કરતો રહે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર અલીએ જાસ્મીન સાથેનો એક રોમેન્ટિક મિરર સેલ્ફી શેર કર્યો છે. ફોટોમાં જાસ્મીન અને અલી બંને ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. અલી ગોની અને જાસ્મીનનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ તેના પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. આ બધા વચ્ચે નતાસાએ પણ પોતાના એક્સ બોયફ્રેન્ડના આ ફોટો પર રિએક્ટ કર્યું છે. નતાસાએ આ ફોટો લાઈક કર્યો છે.
આ પણ વાંચો : શું હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળશે? નતાસા સ્ટેનકોવિક મુંબઇ આવી
નતાસાનું આ રિએક્શન જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે. કેટલાક લોકો નતાસાની આ વર્તણૂંકને તેના ડિવોર્સ સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નતાસા ડિવોર્સ બાદ તેના પિયર જતી રહી હતી અને હાલમાં તે પુત્ર અગત્સ્ય સાથે મુંબઈ પાછી ફરી હતી. હવે આવી પરિસ્થિતિમાં અલી ગોનીની પોસ્ટ પર લાઈક કરીને નતાસા ફરી તેના એક્સ બોયફ્રેન્ડ પાસે પાછી ફરવા માંગે છે કે કેમ એવો સવાલ ઉપસ્થિત થયો હતો.