Natasa Stankovicને આ શું થયું? સ્ટોરી પોસ્ટ કરીને કહેવા શું માંગે છે?
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની એક્સ વાઈફ નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovic) છેલ્લાં કેટલાય સમયથી તેમની વચ્ચેના અણબનાવ અને ત્યાર બાદ ડિવોર્સની જાહેરાતને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં હાર્દિક પોતાના કરિયર પર ફોકસ કરી રહ્યો છે ત્યાં નતાસા તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી હોય છે.
અવારનવાર નતાસાનું નામ તેના મિત્ર એલેકઝાંડર એલેક્સ સાથે જોડાય છે, પણ બંનેમાંથી આ વિશે ખુલીને બોલવા તૈયાર નથી.
હવે નતાસા સ્ટેનકોવિકે ફરી એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે અને એમાં તે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ઝૂમતી જોવા મળી રહી છે. એવું લાગી રહ્યું છે કે તે ખુશીના મારે ઝૂમી રહી છે, પણ તેની ખુશીનું કારણ જાણી શકાયું નથી. નતાસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સતત કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે.
નતાસા સ્ટેનકોવિકે બુધવારે સાંજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે. નતાસા રેડી થતાં થતાં ડાન્સ કરી રહી છે અને તેણે આ સ્ટોરી પર તેરે લિએ ગીત લગાવ્યું છે.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યાનો ટી-20 રૅન્કિંગનો કરિશ્મા, પાછો વર્લ્ડ નંબર-વન બની ગયો…
ફેન્સ નતાસાની આ સ્ટોરી જોઈને એવું લાગી રહ્યું છે કે તેને ફરી વખત કોઈ સાથે પ્રેમ થઈ ગયું છે. નતાસા ઈન્સ્ટાગ્રામ પર આવી સ્ટોરી શેર કરતી રહે છે અને એ જોઈને તમને એવું જ લાગે કે નતાસાના જીવનમાં ફરી પ્રેમની બહાર આવી છે. પરંતુ નતાસા ખૂબ જ ચાલાક છે, તે પોતાની સ્ટોરીમાં ન તો કોઈને ટેગ કરે છે કે ન તો કંઈ પણ ખુલીને કહે છે. તેની લવ લાઈફ વિશે જાણવું ખૂબ જ અઘરું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નતાસાની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. સોશિયલ મીડિયા પર તેના 4.2 મિલિયન ફોલોવર્સ છે. ફેન્સ પણ નતાસાને ખૂબ જ પસંદ કરે છે અને એના સપોર્ટમાં રહે છે. જોકે, સોશિયલ મીડિયા પર એક એવો વર્ગ પણ છે કે જે હાર્દિકના સપોર્ટમાં છે અને તે નતાસાને બિલકુલ પસંદ નથી કરતો, તેમ જ તેને ખરી ખોટી સંભળાવવામાં કંઈ બાકી રાખતો નથી.