હાર્દિકથી દૂર થયા બાદ નતાશા કોના પર વરસાવી રહી છે પ્રેમ, જુઓ
ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ મોડલ નતાશા સ્ટેનકોવિક સર્બિયા જતી રહી છે. નતાશા તેના વતનમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેના ચાહકોને સતત તેના અપડેટ્સ આપી રહી છે. આ મુશ્કેલ સમયમાં તે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે ખુશ રહેવાનો પ્રયાસ કરી રહી છે. શનિવારે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો પોસ્ટ કર્યા હતા. મોટાભાગની પોસ્ટમાં તેનો પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી રહ્યો છે, જ્યારે એક વીડિયો છે જેમાં તે તેના ખાસ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યો છે.
હાર્દિક સાથેના છૂટાછેડા બાદ નતાશા સતત સર્બિયાના વીડિયો શેર કરી રહી છે. શનિવારે તેણે ત્રણ વીડિયો પોસ્ટ કર્યા. બેમાં, તે અને પુત્ર અગસ્ત્ય બગીચામાં અને ઝાડ પરથી ફળો તોડતા જોવા મળે છે. વીડિયો પરથી સ્પષ્ટપણે જોવા મળે છે કે નતાશા પોતાના પુત્રને ખુશ રાખવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.
નતાશાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે તેના પપ્પી સાથે જોવા મળી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી સ્ટોરીમાં તમે જોઈ શકો છો કે તે તેના વહાલા શ્વાનને ખૂબ પ્રેમ કરી રહી છે. પપ્પી નતાશાના ખોળામાં બેસીને તેને કિસ કરી રહ્યો છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. છૂટાછેડા પછીના આ મુશ્કેલ સમયમાં નતાશા કોઈક રીતે પોતાનું મનોરંજન કરવાનો પ્રયાસ કરી રહી છે.
| Also Read: છૂટાછેડા બાદ Hardik Pandyaએ આ બૉલીવુડ અભિનેત્રીને કરી Follow
નોંધનીય છે કે ચાર વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા બાદ નતાશા અને હાર્દિકે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. ઈન્સ્ટાગ્રામ પર આની જાહેરાત કરતા સર્બિયન મોડલ નતાશાએ લખ્યું હતું કે, ‘લગભગ 4 વર્ષ પછી, હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે બંનેએ સાથે રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે બંનેએ એક નિર્ણય લીધો છે. આ અમારા માટે ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. અગસ્ત્ય અમારા બંનેના જીવનનો એક ભાગ બનશે. અમે બંને તેને દરેક સંભવ સુખ આપવાનો પ્રયત્ન કરીશું.