મનોરંજન

એક તો ગોલ્ડન સાડી અને સાથે બૉયફ્રેન્ડ, નતાશાએ તો લૂંટી લીધી મહેફીલ

આજકાલ બોલીવૂડમાં ગ્રાન્ડ દિવાળી પાર્ટીના આયોજનો થઈ રહ્યા છે અને પાપારાઝીઓ આ પાર્ટીઓમાં કોણ શું પહેરીને આવ્યું તેને કેપ્ચર કરવામાં બિઝી છે. સ્વાભાવિક છે કે ફિલ્મી સ્ટાર્સ સહિતની સેલિબ્રિટી પોતાના બેસ્ટ લૂક સાથે જ આવશે.

જોકે ગઈકાલે યોજાયેલી એક પાર્ટીમાં કોઈ હિન્દી કે સાઉથ ફિલ્મ સ્ટાર કરતા વધારે લાઈમલાઈટમાં આવી હોય તો તે હતી natasa-stankovic. આપણા ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાની એકસ વાઈફ નતાશાએ નિખિલ દ્વિવેદીની પાર્ટીમાં એન્ટ્રી કરી ને બસ સૌનું ધ્યાન તેનાં તરફ જ ખેંચાયેલું રહ્યું.
આમપણ નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં ચર્ચામાં છે.

ક્યારેક તેના મ્યુઝિક વીડિયોના કારણે તો ક્યારેક તેના લુક્સના કારણે. ગઈકાલે રાત્રે નતાશા બે કારણોને લીધે ચર્ચામાં રહી એક તો તેનો સ્ટિનંગ લૂક અને બીજી તેની એન્ટ્રી. નતાશા બૉયફ્રેન્ડ aleksandar- alexના હાથમાં હાથ નાખી પાર્ટીમાં આવી હતી. બન્ને એકદમ સ્ટાઈલિસ્ટ લૂકમાં આવ્યા હતા.

નતાશા સુંદર બ્લેક અને ગોલ્ડન કલરની સાડી અને પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેણે મિનિમલ જ્વેલરી પહેરી હતી. તેણીએ ફક્ત કાનની બુટ્ટી પહેરી હતી. આ સિવાય તેણે મિડલ પાર્ટેડ હેરસ્ટાઈલ બનાવી હતી. નતાશાએ બ્લેક મેચિંગ બેગ સાથે લુક ને પરફેક્ટ ટચ આપ્યો હતો. લાઈટ મેકઅપ સાથે તે કોઈની પર નજરમાં વસી જાય તેવી દેખાતી હતી. જ્યારે બૉયફ્રેન્ડ પણ ગોલ્ડન કૂર્તા સાથે દિવાલી લૂકમાં આવ્યો હતો.

Natasa Party look goes viral

નતાશા સ્ટેનકોવિક પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તેણે 2020માં ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. બંને એક પુત્ર અગસ્ત્યના માતા-પિતા છે. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. તેણે છૂટાછેડાની જાહેરાત કરી છે. છૂટાછેડાની જાહેરાત પહેલા નતાશા સર્બિયામાં તેના ઘરે ગઈ હતી. જોકે, હવે તે ભારત પરત આવી ગઈ છે. નતાશા પાસે પુત્ર અગસ્ત્યની પ્રાથમિક કસ્ટડી છે.

હાર્દિકથી અલગ થયા બાદ નતાશા એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોવા મળી રહી છે. તેમના લિંકઅપની વાતો ઘણીવાર થતી હોય છે. .

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button