મનોરંજન

ફિલ્મ ‘ધુરંધર’ માં જોવા મળ્યો ‘તારક મહેતા…’ નો આ કલાકાર, રણવીર સિંહ સાથેના સીન જોઈને ઓળખી પણ નહીં શકો!

બોક્સ ઓફિસ પર હાલમાં ધુરંધરનો જ જાદુ છવાયેલો જોવા મળી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી અને કાસ્ટિંગના પણ દર્શકો ભરપેટ વખાણ કરી રહ્યા છે. દરેક કલાકાર પોતાના રોલમાં એકદમ પરફેક્ટ લાગી રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે ફિલ્મ ધુરંધરમાં લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક કલાકારે પણ કામ કર્યું છે? ચોંકી ઉઠ્યા ને? ચાલો આજે તમને કોણ છે આ કલાકાર અને તેણે કયો રોલ કર્યો હતો એના વિશે જણાવીએ…

ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્ના, રણવીર સિંહ સિવાય લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક કલાકારે કામ કર્યું છે. ભલે આ કલાકાર ખૂબ જ ગણતરીના સમય માટે સ્ક્રીન પર દેખાયો છે, પણ જ્યારે પણ સ્ક્રીન પર આવ્યો ત્યારે તેણે દર્શકોને પોતાની એક્ટિંગથી પ્રભાવિત કર્યા હતા. આ કલાકાર એટલે નસીમ મુગલ.

નસીમ મુગલે ફિલ્મ ધુરંધરમાં લૂલી ડકૈતનો રોલ કર્યો છે, જે બાબુ ડકૈતની ગેન્ગમાં હોય છે. આ ફિલ્મમાં લૂલી હમઝા (રણવીર સિંહ)ની છેડતી કરતો, ગંદી હરકત કરતો જોવા મળે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ધુરંધર સિવાય નસીમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કામ કર્યું છે. અલબત્ત આ સિરીયલમાં તેણે ખૂબ જ નાનો રોલ કર્યો હતો, એટલે કદાચ તમે નોટિસ પણ નહીં કર્યું હોય.

ખુદ નસીમે આ એપિસોડની એક ક્લિપ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં કે મેકેનિક મનુભાઈના રોલમાં જોવા મળ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ભીડેનું સ્કૂટર રિપેર કરતો જોવા મળી રહ્યો છે. એ સમયે ભલે લોકોએ તેને નોટિસ નહીં કર્યો હોય પણ ફિલ્મ ધુરંધરની રીલિઝ બાદથી તો લોકો તેમને ઓળખવા લાગ્યા છે.

નસીમનો લૂક હવે ખૂબ જ બદલાઈ ચૂક્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તે એકદમ ક્લીન શેવ લૂકમાં જોવા મળ્યો હતો. પરંતુ ફિલ્મ ધુરંધરમાં તેનું ટ્રાન્સફોર્મેશન જોઈને દર્શકો તેને ઓળખવામાં એકદમ થાપ ખાઈ ગયા હતા.

ધુરંધર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય નસીમ મુઘલ ગન્સ એન્ડ ગુલાબ્સ, ચેકમેટ, ઈસાઈડ એજ 3 જેના અનેક પ્રોજેક્ટમાં નાના-મોટા રોલ કરી ચૂક્યો છે. પરંતુ ફિલ્મ ધુરંધરથી તો નસીમ એકદમ છવાઈ ગયો છે. નાનકડાં રોલમાં પણ નસીમે પ્રાણ પૂર્યા છે. રણવીર સિંહ સાથે નસીમ ક્લોઝ બોન્ડ શેર કરે છે.

રણવીર સિંહના વખાણ કરતી એક પોસ્ટ પણ નસીમે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ વીડિયોમાં નસીમે રણવીર સિંહની એનર્જીના વખાણ કર્યા હતા.

આપણ વાંચો:  ‘ધુરંધર’ ફિલ્મને પ્રોપગંડા કહેનારાઓને આદિત્ય ધરે આપ્યો જવાબઃ ધ્રુવ રાઠી પર સાધ્યું નિશાન

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button