મનોરંજન

નરગીસ ફખરીને હનુમાન ચાલીસાથી મળે છે મનની શાંતિ, જાણો કેમ?

ધર્મના વાડાથી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી જોજનો દૂર છે, જેમાં અનેક કલાકારો એવા છે, જેમના માટે ધર્મ અવરોધ બન્યો નથી કે બનશે પણ નહીં. બોલિવુડમાં સારા અલી ખાન (Sara Ali Khan) અને નુસરત ભરૂચા (Nushrat Bharucha) એવી અભિનેત્રીઓ છે, જે મુસ્લિમ હોવા છતાં પણ ભગવાનમાં વિશેષ આસ્થા રાખે છે. સારા અલી ખાન તો અનેક વખત મંદિરોમાં દર્શન કરતી જોવા મળે છે. કેદારનાથ હોય કે ઉજ્જૈનમાં પણ મહાદેવના દર્શન માટે સારા અલી ખાન જોવા મળી હતી. આ સાથે નુસરત ભરૂચાએ ખુલાસો કર્યો હતો કે તે ભગવાન મહાદેવમાં ઊંડી શ્રદ્ધા છે. હવે વધુ એક મુસ્લિમ અભિનેત્રી તેના નિવેદનને કારણે સમાચારમાં છે. અક્ષય કુમારની ‘હાઉસફુલ 5’ ફેમ નરગીસ ફખરી (Nargis Fakhri)નું કહેવું છે કે તેને, હનુમાન ચાલીસા વાંચીને શાંતિ મળે છે અને ગાયત્રી મંત્ર પણ સાંભળે છે.

નરગીસ રોજ સાંભળે છે ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા
નરગીસ ફખરીનું પાકિસ્તાન સાથે ખાસ કનેક્શન છે, એટલું જ નહીં પરંતુ બોલિવુડમાં પણ અત્યારે સારી એવી ઓળખાણ બનાવી લીધી છે. નરગીસ ફખરીને જન્મ ન્યૂ યોર્કમાં થયો હતો. તેનું બાળપણ ત્યાં જ પસાર થયું હતું. પિતા મોહમ્મદ ફખરી અને માતાનું નામ મેરી ફખરી છે. નરગીસ ફખરીની એક નાની બહેન પણ છે, જેનું નામ આલિયા ફખરી છે. મૂળ તો નરગીસ ફખરી અમેરિકન નાગરિક છે, પરંતુ બોલિવુડમાં તેને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. નરગીસ ફખરીનું કહેવું છે કે, તેને હિંદુ પૂજા-પાઠ દ્વારા શાંતિ મળે છે.

gayatri mantra (pinterest)

મારા ઘરે ગાયત્રી મંત્રની ધૂન પણ સાંભળવા મળશે
મીડિયા સાથે વાત કરતા નરગીસ ફખરીએ હિંદુ ધર્મના પૂજા-પાઠ વિશે ખાસ વાતચીત કરી હતી. નરગીસ ફખરીએ કહ્યું હતું કે પોતે ધાર્મિક નહીં, પરંતુ આધ્યાત્મિક છે. તે કહે છે કે દરેક ધર્મો વિશે જાણવા માંગુ છું. હું એક એવી વ્યક્તિ છું જેના ઘરે તમને ગાયત્રી મંત્ર સાંભળવા મળશે. આ થોડું રેન્ડમ છે, પણ મને ગાયત્રી મંત્ર સાંભળવો ગમે છે, કારણ કે તેનાથી મને સારું લાગે છે. હું ખ્રિસ્તી સંગીત પણ સાંભળું છું. મૂળ વાત એ છે કે, નરગીસને દરેક ધર્મ પ્રત્યે માન છે. પરંતુ હિંદુ ધર્મમાં વધારે રસ હોય તેવું તેની વાત પરથી જણાઈ રહ્યું છે. તેના ઘરે રોજ ગાયત્રી મંત્રની ધૂન વાગે છે તેવું તેણે જણાવ્યું હતું.

નવ વર્ષની ઉંમરે અનેક વ્રતો પણ કર્યા હતા
આ વાતચીત દરમિયાન નરગીસ ફખરીએ અન્ય કેટલીક વાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે વ્રત પણ કરતી હતી. ત્યારે તે કઈ પણ ખાતી કે પીતી નહોતી. નરગીસ ફખરીએ કહ્યું કે, આ ખૂબ જ અઘરૂ હોય છે. પોતાની ચિંતા દૂર કરવા માટે હનુમાન ચાલીસા સાંભળે છે તેવું પણ નરગીસ ફખરીએ જણાવ્યું હતું. તે ગાયત્રી મંત્રના પાઠ કરે છે, હનુમાન ચાલીસા પણ સાંભળે છે અને બાળપણમાં વ્રત પણ કર્યાં હતાં. હનુમાન ચાલીસા વિશે વાત કરતા કહ્યું કે, આના કારણે મારી ચિંતાઓ બધી દૂર થઈ જાય છે.

આ પણ વાંચો : નરગીસ ફખરીની બહેનની ધરપકડ, એક્સ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button