શું Naga Chaitanyaએ રહેવું પડશે પાકિસ્તાની જેલમાં? જાણો શું છે મામલો
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની બોર્ડર ક્રોસ કરવામાં આવે તો પાકિસ્તાની જેલમાં સબડવાનો વારો આવે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રેટેડ એક્ટર પણ આ સ્થિતિમાં પહોંચે તેવી શક્યતા છે. અરે બાપરે… તેમના ફેન્સ તો ચિંતામાં આવી ગયા. Dont worry તમારા ફેવરીટ નાગા ચૈતન્ય (Naga Chaitanaya) પાકિસ્તાની જેલમાં જશે તે વાત નક્કી છે, પરંતુ તે રિયલ નહીં રીલ જેલ હશે. અભિનેતાની આવનારી ફિલ્મ થંડેલ (Thandel)નો સેટ તૈયાર થઈ ચૂક્યો છે અને આ સેટ પાકિસ્તાની જેલનો છે.
દક્ષિણની અભિનેત્રી સાઈ પલ્લવી (Sai Pallavi) અને નાગા ચૈતન્ય આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ થંડેલ (Thandel) માં વ્યસ્ત છે જેનું દિગ્દર્શન ચંદુ મોન્ડેતી કરી રહ્યા છે. આ ફિલ્મ મોસ્ટ અવેઈટેડ રોમાન્સ-થ્રિલર (most awaited romantic thriller) ફિલ્મોમાંની એક હોવાનું કહેવાય છે. આ ફિલ્મ માટે પ્રોડક્શન ટીમે હૈદરાબાદના ભેલ વિસ્તારમાં એક મોટી પાકિસ્તાની જેલ બનાવી છે.
ફિલ્મમાં આ જેલ મહત્વની છે કારણ કે નાગા ચૈતન્યનું પાત્ર માછીમારનું છે અને તે દરિયામાં માછીમારી કરતા સમયે પાકિસ્તાન જતો રહે છે. અહીંની પોલીસ તેને પકડે છે અને તે જેલમાં યાતના ભોગવે છે. ફિલ્મમાં સાંઈ પલ્લવી તેની પ્રેમિકાની ભૂમિકામાં છે. ભારતના અને ખાસ કરીને ગુજરાતના સેંકડો માછીમારો દર વર્ષે આ રીતે પાકિસ્તાની સરહદમાં જઈ ચડે છે અને ત્યારબાદ તેમને પરત લાવવા સરકારે ભારે જહેમત ઉઠાવવી પડે છે. જોકે આમ દરેક દેશના માછીમારો સાથે થતું હોય છે.
ફિલ્મ થંડેલની આ જેલ રૂ. 50 કરોડના ખર્ચે બની હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં શૂટિંગ ફૂલ સ્વીંગમાં છે. ઈશ્વરે તો સમુદ્ર બનાવતી વખતે વચ્ચે લકીર ન હતી ખેંચી પણ માણસોએ અફાટ દરિયામાં પણ ફાટ પાડી છે ત્યારે માછીમારોની પીડા દર્શાવતી આ ફિલ્મ લોકોને ગમશે તેમ નિર્માતાઓ માને છે. જોકે સાઉથમાં નાગા ચૈતન્યના જબરજસ્ત ફેન છે અને તેઓ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, તેમ મીડિયા રિપોર્ટ્સ કહે છે.