મનોરંજન

સમંથાથી છૂટા પડી નાગા ચૈતન્યએ આ અભિનેત્રી સાથે કરી સગાઈ, જૂઓ બન્નેનો ટ્રેડિશનલ લૂક

સાઉથ એક્ટર નાગા ચૈતન્ય છૂટાછેડા પછી લાંબા સમયથી ડેટિંગ માટે ચર્ચામાં છે. સમંથાથી છૂટાછેડા પછી, અભિનેતાનું નામ અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે જોડાઈ ગયું છે. જો કે, બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધો વિશે અગાઉ જણાવ્યું ન હતું. આવી સ્થિતિમાં એવી ચર્ચા હતી કે આ કપલ આજે એટલે કે 8મી ઓગસ્ટે સગાઈ કરવા જઈ રહ્યું છે. આ ચર્ચા વચ્ચે તેમની સગાઈની પહેલી તસવીર સામે આવી છે. તે જ સમયે, નાગાર્જુન અક્કીનેનીએ તેની સગાઈ પછી પુત્રની પ્રથમ તસવીર શેર કરી છે. આમાં નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા ટ્રેડિશનલ લૂકમાં સાદા પણ સુંદર દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: એક્સ બોયફ્રેન્ડની આજે પણ દિવાની છે તબ્બુ?

નાગા ચૈતન્યની સગાઈ બાદ અભિનેતા નાગાર્જુન અક્કીનેનીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ શેર કરવાની સાથે જ તેણે પોતાના પુત્રની સગાઈની સત્તાવાર જાહેરાત કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘એ જણાવતા ખુશી થાય છે કે પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે થઈ ગઈ છે, જે આજે સવારે 9.42 વાગ્યે થઈ હતી. અમે અમારા પરિવારમાં તેમનું સ્વાગત કરવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છીએ. દંપતીને ખૂબ ખૂબ અભિનંદન. નાગાર્જુનની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો પ્રવાહ આવી ગયો છે. ચાહકો નાગાર્જુનને તેના નવા જીવનની શરૂઆત માટે ઘણી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: શું Naga Chaitanyaએ રહેવું પડશે પાકિસ્તાની જેલમાં? જાણો શું છે મામલો

નાગાની પહેલી પત્ની સમંથા પ્રભુ હતી. બન્ને વચ્ચે મનમેળ ન થતાં ત્રણ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા. પુષ્પાની રિલીઝ બાદ તેના આઈટમ સૉંગ Oo Antava Oo Oo Antavaથી તે આખા દેશમાં ફેમસ બની હતી. બન્નેના છૂટાછેડા અને એલેમનીના સમાચારોએ ભારે ચર્ચા જગાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button