શોભિતા ધૂલીપાલા સાથે આજે પ્રભુતામાં પગલાં માંડશે નાગા ચૈતન્ય,અલ્લુ અર્જુનથી લઈને રામ ચરણ સુધીના આ સ્ટાર્સ સામેલ થશે.
અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી શોભિતા ધૂલીપાલાના જીવનમાં મોટો દિવસ આવી ગયો છે, જ્યારે તેઓ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને 4 ડિસેમ્બરે એટલે કે આજે લગ્ન કરવા જઈ રહ્યા છે અને ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ તેમાં હાજરી આપવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ ચરણ, મહેશ બાબુ, અલ્લુ અર્જુન સહિત ઘણા સ્ટાર્સ આ લગ્નમાં હાજરી આપવાના છે. નાગા ચૈતન્ય અને શોભિતા હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ કપલ રામ ચરણ-ઉપાસના, એસએસ રાજામૌલી, નયનથારા, પ્રભાસ, અલ્લુ અર્જુન અને મહેશ બાબુ-નમ્રતા સહિતના અન્ય મહેમાનો વચ્ચે અન્નપૂર્ણા સ્ટુડિયોમાં પરંપરાગત રીતે લગ્ન કરવા જઈ રહ્યું છે. આ સ્ટુડિયો નાગા ચૈતન્યના પરિવાર માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ સ્ટુડિયોની સ્થાપના 1976માં નાગાર્જુનના પિતા એટલે કે નાગા ચૈતન્યના દાદા અક્કીનેની નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવી હતી.
હૈદરાબાદના બંજારા હિલ્સમાં બનેલો આ સ્ટુડિયો ખૂબ જ સુંદર છે. આ 22 એકરનો સ્ટુડિયો છે, જેની સાથે આ પરિવાર ભાવનાત્મક રીતે જોડાયેલો છે. એટલા માટે નાગા ચૈતન્યએ આ મોટા દિવસ માટે આ સ્ટુડિયો પસંદ કર્યો છે.
Also read: Pushpa 2 એ રિલીઝ પૂર્વે તોડયા આ ફિલ્મોના રેકોર્ડ, આટલી ટિકિટો વેચાઈ
લગ્નની વિધિની શરૂઆત થઇ ગઇ છે. શોભિતા કાંજીવરમ સિલ્ક સાડી (સોનાની ઝરીથી ભરતકામ કરવામાં આવ્યું છે)માં પરંપરાગત દુલ્હનની જેમ તૈયાર થઇ છે. શોભિતાએ પોતાના લગ્નના દિવસે દાદી અને માતાના ઘરેણા પહેરવાનું નક્કી કર્યું છે. નાગા ચૈતન્યની વાત કરીએ તો, તેણે તેના દાદા અક્કીનેની નાગેશ્વર રાવનો પોશાક પહેર્યો છે, જેને પંચા કહેવામાં આવે છે. પલ તેલુગુ પરંપરાઓ સાથે ખૂબ જ સાદગીથી લગ્ન કરવાનું છે.