નાગિન’ ફેમ નિયાએ પિંક ડ્રેસમાં લગાવી આગ

‘મુંબઈઃ ટીવી અભિનેત્રી નિયા શર્માએ ફિલ્મી દુનિયામાં પોતાના અભિનયને કારણે આગવું સ્થાન જમાવ્યું છે. ટીવીની દુનિયાથી દૂર રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.
તાજેતરમાં તેનો એક જૂનો વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પિંક કલરનો ડ્રેસ પહેરીને પાર્ટીમાં પહોંચી હતી. નિયાના બોલ્ડ અવતારને જોઈને લોકો દંગ રહી ગયા હતા, જ્યારે અન્ય યૂઝર્સને તેનો આ અંદાજ પસંદ પડ્યો નહોતો.

નિયા શર્માનું સોશિયલ મીડિયા પર એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જાણતી નહીં હોય. ટીવી સિરિયલ અને વેબ સિરીઝમાં પણ આવી ચૂકી છે, જ્યારે રિયલ લાઈફમાં તેનો લૂક પણ એકદમ બોલ્ડ છે.

પોતાના સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ રેગ્યુલર બોલ્ડ અંદાજની તસવીરો શેર કરવાનું ચૂકતી નથી, જ્યારે તેના ચાહકો પણ તેની ઈંતજારીમાં રહે છે. નિયા શર્મા પણ કેમેરા સામે બોલ્ડ અંદાજને કારણે ટ્રોલ પણ થવું પડે છે.

ક્યારેક બેકલેસ કે બિકિની પહેરીને પણ લોકોને ઘાયલ કરે છે, જ્યારે પોતાના હોટ ફીગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ અગાઉ એક બોલ્ડ ફોટોશૂટ કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એક વખતે નિયા શર્માએ બ્લેક આઉટફીટમાં સ્વિમિંગ પૂલના કિનારે લેટેસ્ટ હોટ ફોટોશૂટ કરાવતા નજરે પડી હતી, જ્યારે એની તસવીરો પણ જોરદાર વાઈરલ થઈ હતી. નાગિન ફેમ નિયા એક શાનદાર ડાન્સર છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેના સાત મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા ધરાવે છે.

નિયા શર્માએ પોતાના કારકિર્દીની શરૂઆત ટીવી સીરિયલ ‘કાલી-એક અગ્નિપરીક્ષા’થી થઈ હતી. બાદમાં તેણે ‘એક હજારો મેં મેરી બેહના હૈ’માં અભિનય કર્યો હતો. ઉપરાંત, નિયાએ રવિ દુબે સાથે જમાઈ રાજા શ્રેણીથી પ્રખ્યાત થઈ હતી. સિરિયલો ઉપરાંત, નિયા બોક્સ ક્રિકેટ લીગ, ખતરોં કે ખિલાડી 8 અને તાજેતરની ઝલક દિખલા જા સિઝન 10 સહિત વિવિધ રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી.