મુફાસા ધ લાયન કિંગ પહોંચી સો કરોડના ક્લબમાં, અલ્લુની ફિલ્મે ચોથા રવિવારે કરી આટલી કમાણી
Bollywood 2024ના વર્ષના છેલ્લા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં બે ફિલ્મોએ થિયેટર પર સારી કમાણી કરી છે. એક તો અલ્લુ અર્જનની પુષ્પા-2 ધ રૂલ અને બીજી મુફાસા ધ લાયન કિગ દર્શકોને ગમી ગઈ છે.
શાહરૂખ ખાન અને બન્ને દીકરા આર્યન અને અબ્રાહમના અવાજ સાથેની એનિમેટેડ ફિલ્મ મુફાસા-ધ લાયન કિંગ થિયેટરોમાં રિલિઝ થઈ તેને 11 દિવસ થયા છે. ફિલ્મના મિક્સ્ડ રિવ્યુ આવ્યા હતા, પરંતુ દર્શકોને ફિલ્મ ઘણી ગમી છે અને તેથી 11મે દિવસે જ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
આ પણ વાંચો: ભારતીય બોક્સ ઓફીસ પર ‘મુફાસા’ની ગર્જના, ફિલ્મે પહેલા દિવસે આટલી કમાણી કરી
રિપોર્ટ્ પ્રમાણે ફિલ્મે બીજા રવિવારે 11.75 કરોડની કમાણી કરી છે. ફિલ્મ હિન્દીબેલ્ટમાં પણ સારી ચાલી છે. જોકે તેના ઈંગ્લીશ વર્ઝનની કમાણી સૌથી વધારે રૂ. 35.35 કરોડ છે. ખાન પરિવારના અવાજવાળી ફિલ્મને થોડો જ ઓછો રૂ. 35.2 કરોડનો વકરો થયો છે.
બીજી બાજુ અત્યાર સુધીમાં રૂ. 1157 કરોડની કમાણી કરી ચૂકેલી પુષ્પા-2 ધ રૂલ ચોથા રવિવારે પણ રૂ. 16 કરોડની કમાણી કરી શકી છે. ફિલ્મને રિલિઝ થયાને 25 દિવસ થયા અને 25 દિવસમાં લગભગ કમાણીના તમામ રેકોર્ડ્સ અલ્લુ અર્જુનની ફિલ્મએ તોડી નાખ્યા છે. શનિ-રવિમાં હજુ આ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે.