મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત કેવી રીતે જાળવી રાખ્યું ફિટ ફિગર, 49 વર્ષની અભિનેત્રીનો જાણો ડાયટ પ્લાન

Mallika Sherawat Diat Plan: ‘મર્ડર ગર્લ’ તરીકે ખ્યાતિ મેળવનાર અભિનેત્રી મલ્લિકા શેરાવતનો આજે 49મો જન્મદિવસ છે. 24 ઓક્ટોબર 1976ના રોજ જન્મેલી આ અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં 30 ફિલ્મોમાં કામ કર્યું છે. મર્ડર ફિલ્મમાં બોલ્ડ સીન કરીને જાણીતી થયેલી મલ્લિકા શેરાવત તેના ફિટ ફિગરને કારણે ચર્ચામાં રહે છે. 49 વર્ષની ઉંમરે પણ મલ્લિકાએ જાળવી રાખેલા ફિટ ફિગર પાછળ તેનું શાહાહારી એટલે કે વિગન ડાયેટ જવાબદાર છે. વિગન ડાયેટમાં મલ્લિકા કયા કયા ખોરાકનું સેવન કરે છે, આવો જાણીએ.

ડેરી પ્રોડક્ટનું સેવન નથી કરતી મલ્લિકા
મલ્લિકા શેરાવતે થોડા વર્ષો પહેલા મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, હું તે સંપૂર્ણપણે વીગન ડાયટનું પાલન કરું છું. હું દૂધ, લસ્સી, પનીર કે ચીઝ જેવા ડેરી ઉત્પાદનોનું પણ સેવન કરતી નથી.
મલ્લિકા તેના આહારમાં વિવિધ પ્રકારના શાકાહારી ખોરાકનો સમાવેશ કરે છે. આ શાકાહારી ખોરાક વિશે તેણે જણાવ્યું હતું કે, હું સવારના નાસ્તામાં પુષ્કળ તાજા ફળો ખાઉં છું, જેમાં કેરી મારું સૌથી પ્રિય ફળ છે. મારા બપોરના આહારમાં લીલા સલાડ અને એવોકાડો નિયમિતપણે હોય છે. મને ભીંડાનું શાક ખૂબ પસંદ છે.”
મલ્લિકાએ આગળ જણાવ્યું કે, “આ સિવાય ગ્રીન કરી મારી મનપસંદ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી મને ખૂબ ભાવે છે, કારણ કે તે નારિયેળના દૂધમાંથી બને છે અને તેમાં મસાલાઓનું ઉત્તમ મિશ્રણ હોય છે. હું ચા કે કોફી પીતી નથી તથા બ્રેડ અને મીઠાઈઓ ખાવાનું ટાળું છું. મીઠાઈ તરીકે હું ફક્ત ખજૂરનું સેવન કરું છું.”
વીગન ડાયટના ફાયદા
મલ્લિકા શેરાવતે જણાવેલા વીગન ડાયટના અનેક સ્વાસ્થ્ય લાભો છે. પ્રાણીજ ઉત્પાદનોને બદલે માત્ર વનસ્પતિ આધારિત ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શાકાહારી આહાર બ્લડ પ્રેશર ઘટાડે છે. હૃદય રોગ અને અમુક પ્રકારનાકેન્સરનું જોખમ ઘટાડે છે. સાથોસાથ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
આપણ વાંચો: Amitabh Bachchanએ કેમ કહ્યું કે આજ રાત હમકો નીંદ નહીં આયેગી…



