પાકિસ્તાની કલાકારો બાદ હવે મુન્ની ટ્રોલર્સના નિશાને, જાણો શું છે કારણ?

ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે સોશિયલ મીડિયામાં પણ ઘણી પોસ્ટ શેર થઈ રહી છે. લોકો પાકિસ્તાને ભારે ટ્રોલ કરી રહ્યા છે. પાકિસ્તાનીઓને ભારતીય સેનાએ જ ધૂળ ચાટતું કરી મૂક્યુ છે તેની પણ નેટીઝન્સ મજા લઈ રહ્યા છે. આ સાથે પાકિસ્તાની કલાકારો પણ તેમની અડફેટે આવી ગયા છે. ફવાદ ખાન, માહિરા ખાન જેવા કલાકારોને તો ભારતીયોએ લગભગ બ્લોક જ કરી લીધા છે. સરકારે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ બંધ કરી દીધા છે, પરંતુ આ બધા વચ્ચે ભારતની એક અભિનેત્રી ફસાઈ ગઈ છે. સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં નાનકડી મુન્નીનો રોલ નિભાવનારી હર્ષાલીને નેટીઝન્સે પરેશાન કરી તો તેણે ઈન્સ્ટાપોસ્ટ મૂકી કહેવું પડ્યું કે ભઈ મેં એક ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રીનો રોલ કર્યો છે, હું પાકિસ્તાની નથી.
આ પણ વાંચો: સર્જરી કરાવી નથી પણ ગોરી કઈ રીતે થઈ? કાજોલે ટ્રોલર્સને શું જવાબ આપ્યો?
ભારતે પોતાના વ્યુહાત્મક પ્રહારના ભાગરૂપ સિંધુજળ સંધિ રદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે નેટીઝન્સ હર્ષાલીને પૂછી રહ્યા છે મુન્ની તને પાણી તો મળી રહ્યું છે ને? નેટીઝન્સ એમ માને છે કે તે પાકિસ્તાનની છે અને તેથી તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે તેના જવાબમાં મુન્નીએ ગુસ્સાયેલા ચહેરા સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે ભઈ મેં માત્ર એક રોલ કર્યો છે, અસલમાં હું પાકિસ્તાની નથી.
આ પણ વાંચો: Aishwarya Rai બચ્ચનના ટ્રોલર્સને આ માણસે આપ્યો સટીક જવાબ
મુન્નીની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લેનાર હર્ષાલી હવે ઘણી મોટી થઈ ગઈ છે. તે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ઇન્સ્ટાગ્રામ પર તેનાx બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હર્ષાલીએ પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે. તે તેના પર વિવિધ વીડિયો પણ પોસ્ટ કરે છે.