આમચી મુંબઈમનોરંજન

Baba Siddiquie હત્યા બાદ પોલીસ એલર્ટ પર, ક્રાઇમ બ્રાંચ કરશે…..

મુંબઇઃ બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. પોલીસ ટીમ, ક્રાઇબ બ્રાંચ, એન્ટી ટેરરિસ્ટ સેલ, સ્પેશિયલ બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની સીઆઈયુને સલમાન ખાનના નજીકના મિત્રો અને ઉદ્યોગપતિઓની માહિતી એકઠી કરવા જણાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આવા હુમલા અટકાવી શકાય. મુંબઇમાં હથિયાર સરળતાથી કેવી રીતે આવી રહ્યા છે એ રૂટની તપાસમાં પણ ક્રાઇમ બ્રાંચ લાગેલી છે.

મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમ બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનનું નિવેદન પણ નોંધી શકે છે. બાબાની કોઇ સાથે અંગત દુશ્મની હતી કે પછી SRA પ્રોજેક્ટના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસ એ પણ જાણવા માગે છે કે ઝીશાનને કોઇની પર આ હત્યા માટે શંકા છે કે. પોલીસ એ એંગલ પરથી પણ તપાસ કરશે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર એકદમ જ અંધારામાં રહી ગયું. પોલીસને ક્યારેય એવો અંદાજો જ નહીં આવ્યો કે લોરેન્સ બિશ્નોઇ બાબા સિદ્દીકીની હત્યા કરી શકે છે. આ મામલે પોલીસ સાવ નિષ્ફળ ગઇ છે.

બાબા સિદ્દીકીની ગણતરી સલમાન ખાનની નજીકના લોકોમાં થતી હતી. તેથી જ પોલીસ હવે સલમાનના નજીકના મિત્રો, સંબંધીઓની માહિતી એકત્રિત કરી રહી છે, જેથી તેમના પરના સંભવિત હુમલાને ટાળી શકાય.
નોંધનીય છે કે તાજેતરમાં જ સલમાનના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. આમાં બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવી છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.

પરિસ્થિતિનો કયાસ કાઢીને સલમાન ખાનની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સિવાય તેના ઘરની સુરક્ષામાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સલમાન ખાનની સુરક્ષાને Y-Plus પર અપગ્રેડ કરવામાં આવી છે. તેમને વ્યક્તિગત સુરક્ષા અધિકારી અને પોલીસ એસ્કોર્ટ વાહન પણ આપવામાં આવ્યું છે. સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટને એભેદ કિલ્લામાં ફેરવી કાઢવામાં આવ્યું છે. તેમના ઘર અને બેન્ડસ્ટેન્ડ પાસે 50 થી 60 પોલીસકર્મીઓને સાદા કપડામાં તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય મુંબઈ પોલીસે AI સાથે હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. આ કેમેરામાં ફેસ રેકગ્નિશન ફીચર છે, જેનો અર્થ છે કે તે રેકોર્ડિંગ કરનાર વ્યક્તિના ચહેરાને ઓળખી શકે છે. જો કોઈનો ચહેરો આ કેમેરામાં ત્રણ વખત કેદ થશે તો તે એલર્ટ મોકલશે.

આનાથી ખબર પડશે કે સલમાનના ઘરની આસપાસ કોણ રેકી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, સ્થળ પર તૈનાત પોલીસ વ્યક્તિની તપાસ કરશે અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળશે, તો તેઓ તેને પણ પકડી લેશે. આ કેમેરા 24 કલાક કામ કરશે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker