મનોરંજન

વૅબ શો ‘હાઉસ અરેસ્ટ’માં અશ્લીલ કોન્ટેન્ટ:અભિનેતા એજાઝ ખાન, નિર્માતા વિરુદ્ધ ગુનો…

મુંબઈ: વૅબ શો ‘હાઉસ અરેસ્ટ’માં અશ્લીલ કોન્ટેન્ટ બતાવવા બદલ મુંબઈ પોલીસે અભિનેતા એજાઝ ખાન અને નિર્માતા રાજકુમાર પાંડે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એજાઝ ખાનના વૅબ શોનું ઉલ્લુ ઍપ પર સ્ટ્રીમિંગ થતું હતું. અંબોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બજરંગ દળના કાર્યકર ગૌતમ રાવરિયાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે એજાઝ ખાન અને વૅબ શોના નિર્માતા રાજકુમાર પાંડે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર વૅબ શોમાં અશ્લીલ ભાષાનો ઉપયોગ કરાયો હતો અને તેમાં મહિલાઓનું અપમાન થાય તેવાં કૃત્યો આચરવામાં આવ્યાં હતાં. શોમાં અશ્લીલ કોન્ટેન્ટ અંગે અનેક ફરિયાદ પ્રાપ્ત થઇ હતી અને ઘણા લોકોએ ફરિયાદ નોંધાવવા માટે મેસેજ મોકલ્યા હતા, એમ ફરિયાદીએ જણાવ્યું હતું. એજાઝ ખાન અને નિર્માતા પાંડે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ તથા ઇન્ડિસન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન (પ્રોહિબિશન) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

વૅબ શોની વીડિયો ક્લિપ્સ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેમાં એજાઝ ખાન મહિલાઓ સહિતના સ્પર્ધકો પર જાતીય સમાગમ સંબંધી કૃતિઓ કરવા દબાણ કરે છે અને અમુક અશ્લીલ પ્રશ્ર્નો પૂછે છે. રાજ્યના ભાજપનાં વિધાનસભ્ય ચિત્રા વાઘે આ શો પર તુરંત બંધી લાવવા માગણી કરી હતી. તેની કોન્ટેન્ટ અશ્ર્લીલ છે અને સમાજ તથા ખાસ કરીને બાળકો માટે હાનિકારક હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આવી ક્ધટેન્ટને પ્રમોટ કરવા માટે મોબાઇલ ઍપ વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવા માટે માહિતી અન પ્રસારણ પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવને પણ અનુરોધ કર્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button