એટલે હંમેશા White Shirt પહેરવાનું પસંદ કરે છે Mukesh Ambani? કારણ જાણીને ચોંકી ઉઠશો…

અંબાણી પરિવારનું મહિલા મંડળ પોતાની સ્ટાઈલ અને ફેશનને કારણે સતત લાઈમલાઈટમાં આવતું રહે છે. પરંતુ જેને કારણે આ પરિવાર આટલી જાહોજલાલી ભોગવી રહ્યું છે મુકેશ અંબાણી (Mukesh Ambani) હંમેશા જ સિમ્પલ અને મોસ્ટ પ્રોબેબલી વ્હાઈટ શર્ટમાં જ જોવા મળે છે. શું તમને આ પાછળનું કારણ ખબર છે? મુકેશ અંબૂાણી ખૂબ જ ખાસ કારણોસર મોટાભાગે વ્હાઈટ સિમ્પલ શર્ટમાં જોવા મળે છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
મુકેશ અંબાણીને જો તમે ધ્યાનથી જોયા હશે તો તેઓ હંમેશા પ્લેન વ્હાઈટ કલરના શર્ટમાં જ જોવા મળે છે તો એ પાછળનું કારણ એવું છે કે જ્યોતિષ શાસ્ત્રમાં વ્હાઈટ કલરને શુક્ર સાથે જોડીને જોવામાં આવે છે. શુક્રનો સંબંધ સુખ-સમૃદ્ધિ સાથે છે. એવું કહેવાય છે કે આ કલરના કપડાં પહેરવાથી કુંડલીમાં શુક્રની સ્થિતિ મજબૂત બને છે. આ સિવા.ય વ્હાઈટ કસલરના કપડાં પહેરવાથી સકારાત્મક ઊર્જા પણ બની રહી છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર વ્હાઈટ કે ઓફવ્હાઈટ કલર શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય આ રંગ શાંતિનું પ્રતિક ગણાય છે. શુક્ર ગ્રહ જાતકોને જીવનમાં ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ કરાવે છે. આ જ કારણે અનેક વેપારીઓ કામ પર જતી વખતે સફેદ કે ઓફવ્હાઈટ શર્ટ પહેરે છે.
આ પણ વાંચો :પાકિસ્તાનમાં 2024માં મુકેશ અંબાણી વિશે શું સૌથી વધુ સર્ચ થયું? જાણો વિગત
સફેદ કલરના કપડાં પહેરવાથી શુક્ર ગ્રહ સક્રિય થાય છે અને મા લક્ષ્મીની કૃપા વરસે છે કારણ કે શુક્ર લક્ષ્મી, લક્ઝરી અને પૈસાનો ગ્રહ ગણાય છે. કુંડલીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો દરેક કામમાં સફળતા મળે છે. ક્યારેય પૈસાની તંગી નથી વર્તાતી. એટલે જ અનેક ઉદ્યોગપતિઓ સફેદ કલરના શર્ટમાં જોવા મળે છે.
આ પણ છે એક કારણ…
શુક્ર સાથેના સફેદ કલરના સંબંધ સિવાય વ્હાઈટ કલરના કપડાં પહેરવાનું એક બીજું પણ કારણ છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે મુકેશ અંબાણી ખૂબ જ વ્યસ્ત ઉદ્યોગપતિમાંથી એક છે અને એટલે જ તેમને બેક ટુ બેક મિટિંગ્સ અને ઈવેન્ટ્સ હોય છે. આ કારણે તેમને કપડાં બદલવા માટે પૂરતો સમય નથી મળતો. જેને કારણે તેઓ વ્હાઈટ કલરના શર્ટ પર ઝડપથી કોટ ચેન્જ કરીને બીજી બિઝનેસ મીટિંગ કે ઈવેન્ટ માટે પહોંચી શકે એટલે એટલે સફેદ શર્ટ પહેરવાનું પસંદ કરે છે. સફેદ શર્ટ પર કોઈ પણ કલરના કોટ ખૂબ જ સરળતાથી મેચ થઈ જાય છે.