દીકરા અનંત નહીં પણ આ ખાસ વ્યક્તિ સાથે Mukesh Ambaniએ કરી શપથવિધિ સમારોહમાં એન્ટ્રી અને…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહને ત્રણ દિવસ પૂરા થયા પરંતુ હજી પણ લોકોના દિલોદિમાગ પરથી આ શપથવિધિનો ખૂમાર કંઈ ઓછો થઈ રહ્યો હોય એવું દેખાતું નથી. આ સમારોહમાં દેશ-વિદેશની મહાન હસ્તીઓએ હાજરી આપી હતી. પરંતુ જો સૌથી વધુ કોઈએ આ ફંક્શનમાં લાઈમલાઈટ ચોરી હોય તો તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હેડ મુકેશ અંબાણી (Reliance Industry’s Head Mukesh Ambani)એ. પણ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર આ ફંક્શનમાં મુકેશ અંબાણીએ કરેલી ગ્રાન્ડ એન્ટ્રીની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આવો જોઈએ કે આખરે મુકેશ અંબાણીએ કોની સાથે એન્ટ્રી મારી કે તમામ કેમેરાએ એમની એન્ટ્રી પર ફોક્સ કર્યું…
મુકેશ અંબાણી દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને જમાઈ આનંદ પિરામલ (Anand Pirmal) સાથે આ શપથવિધિમાં પહોંચ્યા હતા. મુકેશ અંબાણી જેવા વેન્યુ પર પહોંચ્યા કે વેન્યુ પરના તમામ કેમેરા એમની પર ફોકસ કરવા લાગ્યા કારણ કે તેણે બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન (Bollywood Actor Shahrukh Khan) સાથે એન્ટ્રી લીધી હતી.
શાહરુખ ખાન અને મુકેશ અંબાણી પોત-પોતાના ફિલ્ડના બેતાજ બાદશાહ છે, એટલે એન્ટ્રી દરમિયાન કેમેરા એમના પર જ ફોકસ થાય એ સ્વાભાવિક છે. આ સિવાય આખી ઈવેન્ટમાં બંને જણ એકબીજાની આજુબાજુમાં જ બેઠેલા જોવા મળ્યા હતા અને ઓઆરએસ પીતા બંનેના ફોટો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયા હતા. હવે મુકેશ અંબાણીની એન્ટ્રીની ચર્ચા પણ એટલા જ જોરશોરથી થઈ રહી છે.
પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani), કુમાર મંગલમ બિડલા (Kumar Manglam Birla), બોલીવૂડ સેલેબ્સ અનિલ કપૂર (Anil Kumar), અક્ષય કુમાર (Akshay Kumar), રવીના ટંડન (Raveena Tondon), અનુપમ ખેર (Anupam Kher) અને વિક્રાંત મેસી (Vikrant Messi)એ પણ હાજરી આપી હતી.
મુકેશ અંબાણી જ્યાં પોતાના દીકરા અને જમાઈ સાથે પહોંચ્યા હતા તો ગૌતમ અદાણી પણ પત્ની પ્રીતિ અને ભાઈ રાજેશ અદાણી સાથે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રતિભા પાટિલ પણ હાજર રહ્યા હતા.
Also Read –