આપણું ગુજરાતમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambaniએ પ્રિ વેડિંગ બેશના ત્રણ દિવસના ફંક્શન માટે કર્યો આટલો ખર્ચો…

ગઈકાલે ગુજરાતના જામનગર ખાતે Mukesh Ambani-Nita Ambani’s Son Anant Ambani-Radhika Merchant Pre-Wedding Bash મહાઆરતી સાથે સંપન્ન થયો. મુકેશ અંબાણીએ પોતાના લાડકવાયા દીકરા અનંત અને રાધિકાના આ પ્રિ વેડિંગ ફંક્શનમાં કોઈ કચાશ બાકી રાખી નહીં. આ કાર્યક્રમમાં ટેક્નો વર્લ્ડના દિગ્ગજથી લઈને ઉદ્યોગપતિ, રાજકારણીઓ, બોલીવૂડ-હોલીવૂડના સેલેબ્સે પણ હાજરી આપી હતી.

ત્રણ દિવસનું આ પ્રિ-વેડિંગ ફંક્શન ગઈકાલે પૂરું થયું અને હવે મહેમાનો પોત-પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે પણ આટલા દિવસ સુધી સેલિબ્રેશનની જે ઝલક જોઈ, આનંદ માણ્યો એ હંમેશા યાદ રહેશે. મુકેશ અંબાણીએ પોતાના દીકરાના આ ફંક્શનમાં દિલ ખોલીને ખર્ચ કર્યો છે.

એક અંદાજ પ્રમાણે ત્રણ દિવસના ફંક્શન માટે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ આંકડો સાંભળીને કદાચ આપણી આંખો પહોળી થઈ જાય, પણ મુકેશ અંબાણી માટે આ રકમ કંઈ જ નથી. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ આશરે 113 બિલિયન ડોલર છે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર પોપસ્ટાર રિહાનાના એક પર્ફોર્મન્સ માટે તેને 70 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ સિવાય અંબાણી પરિવારે ફંક્શનમાં આવેલા મહેમાનોને સુંદર રિર્ટન ગિફ્ટ પર પણ સારો એવી રકમ ખર્ચી છે. મળી રહેલી માહિતી પ્રમાણે મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં બાંધણીનો દુપટ્ટો, જામનગરની ફેમસ કચોરી સહિતની અન્ય વસ્તુઓ આપી હતી.

અનંત અને રાધિકાના આ પ્રિ વેડિંગ ફંક્શનમાં દેશ-વિદેશથી વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો આવ્યા હતા. મળી રહેલી માહિતી પ્રમાણે ત્રણ દિવસમાં જ જામનગર એરપોર્ટ પર સાડાત્રણસો એર ક્રાફ્ટની મુવમેન્ટ જોવા મળી હતી. જોકે, આ પહેલાં જામનગર એરપોર્ટ પર આખા દિવસમાં છ ફ્લાઈટની અવરજવર રહેતી હતી. દેશના ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણીથી લઈને ટાટા-બિરલા પણ અનંત અને રાધિકાને આશિર્વાદ આપવા માટે પહોંચ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button