આ ખાસ વ્યક્તિ સાથે ડિનર ડેટ પર ગયા Mukesh Ambani? Nita Ambani જોશે તો…

ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) જો તમારી ઓફિસ, ઘરે કે રેસ્ટોરાંમાં આવવાના હોય તો તમે તેમની આગતા સ્વાગતા માટે કેવી કેવી તૈયારીઓ કરશો? તમને થશે કે ભાઈ અંબાણી પરિવાર આપણા આંગણે ક્યાંથી પધારે? ભલે આપણે ત્યાં મુકેશ અંબાણી ના આવે પણ દુનિયાના મોસ્ટ ફેમસ અને હેન્ડસમ શેફ વિકાસ ખન્ના (Vikas Khanna)ને ત્યાં તો જઈ શકે ને? મુકેશ અંબાણી અને દીકરી ઈશા અંબાણી (Isha Ambani) વિકાસ ખન્નાના રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી. વિકાસ ખન્નાએ ખુદ આનો વીડિયો શેર કર્યો છે. આવો જોઈએ શું ખાસ હતું આ વિઝિટમાં…
વાત જાણે એમ છે કે હાલમાં મુકેશ અંબાણી અને તેમની દીકરી ઈશા અંબાણી વિકાસ ખન્નાના ન્યૂયોર્કમાં આવેલા રેસ્ટોરાં બંગલામાં પહોંચ્યા હતા. વિકાસ ખન્નાએ મુકેશ અંબાણી અને ઈશાનું સ્વાગત કરવા માટે ખાસ ઈંતેજામ કર્યો હતો અને આ ઈંતેજામમાં તેમણે પોતાના ખાસ મહેમાનની પસંદનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
વિકાસે વીડિયો શેર કરીને લખ્યું હતું કે તેણે આ સ્પેશિયલ ઈવનિંગ માટે તેણે પોતાની રેસ્ટોરાં બંગલોને ઈશા અંબાણીના મનપસંદ ગુલાબથી સજાવ્યું હતું. મહેમાનોના સ્વાગત માટે ગંગા જળના અલગ અલગ પ્રકારના છ ગુલાબનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં વિકાસે મુકેશ અંબાણી અને ઈશાના હાથે દિવાળીના દીપક પણ પ્રગટાવડાવ્યા હતા.
આ પણ વાંચો : coldplay ની ટિકિટ મળવી મુશ્કેલ, પરંતુ અંબાણીના લગ્નમાં કરી ચૂક્યો છે પરફોર્મ…
એક તરફ વિકાસ ખન્નાની આ સાજ-સજાવટ લોકોને પસંદ આવી રહી છે તો બીજી બાજું ઈશા અંબાણીની સાદગી પણ લોકોનું દિલ જિતી રહી છે. પિતા સાથે ડિનર ડેટ પર ગયેલી ઈશાએ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રાઈપ્સવાળું ટોપ અને બ્લ્યુ લૂઝ ફિટિંગવાળું ડેનિમ જિન્સ પણ પહેર્યું હતું. કોઈ સામાન્ય છોકરીની જેમ ડિનર કરવા પહોંચેલી ઈશાએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે વ્હાઈટ શૂઝ પહેર્યા હતા અને વાળ ખુલ્લા રાખ્યા હતા. નો મેકઅપ લૂકમાં ઈશા કમાલની સુંદર લાગી રહી હતી જ્યારે મુકેશ અંબાણીનો પણ સ્પોર્ટી લૂક જોવા મળ્યો હતો.