મનોરંજન

કોણ હતી એ વ્યક્તિ જેની સાથે હાથ મેળવવા દોડી પડ્યા હતા મુકેશ અંબાણી

મુકેશ અંબાણી એક એવી વ્યક્તિ છે જેના જેવી લાઇફ સ્ટાઇલ ધરાવવાનું લોકોનું સપનું જ હોય છે. તેમને મળવાનું લોકોનું સપનું હોય છે, પણ તેમની સાથે મુલાકાત એટલી સરળ નથી. તેની માટે ઘણી રાહ જોવી પડે છે. રિલાયન્સને સફળતાના નવા શિખરો પર લઇ જનાર મુકેશ અંબાણીનું વિશ્વભરમાં માન અને સન્માન થાય છે. હાલમાં જ તેમણે તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના ભવ્ય લગ્ન યોજ્યા ત્યારે તેમના વિશ્વભરમાં વર્ચસ્વનો પુરાવો લોકોને મળ્યો. પુત્ર અનંતના લગ્નમાં દુનિયાભરના મહાનુભાવોએ હાજરી આપી હતી. બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર અને બોરિસ જ્હોન્સન પણ .આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. ફૂટબોલ લેજન્ડ ડેવિડ બેકહામ પણ લગ્નમાં હાજર રહ્યો હતો. એવા અનેક દિગ્ગજ લોકો આ લગ્નમાં જોવા મળ્યા હતા , જેમને આમંત્રણ આપવું પણ ઘણા લોકો માટે અશક્ય હોય છે.

જોકે, આ બધા વચ્ચે એક એવી વ્યક્તિ પમ હતી જેને જોતા જ મુકેશ અંબાણી તેમની સાથે હાથ મેળવવા અને શેક હેન્ડ કરવા દોડી પડ્યા હતા. મુકેસ અંબાણી જેને આટલું મહત્વ આપે એ વ્યક્તિ સામાન્ય તો નહીં જ હોય એ હકીકત છે. આ સમગ્ર દ્રશ્ય પાપારાઝીના કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગયું હતું. હાથ મિલાવ્યા બાદ મુકેશ પોતાના પરિવાર અને આ મહેમાનો સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.

આ ઘટના ત્યારે બની જ્યારે મુકેશ અંબાણી તેમના પુત્રના લગ્નના ફંક્શન માટે પરિવારના અન્ય સભ્યો સાથે જિયો સેન્ટર પહોંચ્યા. સૌ પ્રથમ આખો પરિવાર એ ભાગમાં ગયો જ્યાં પાપારાઝીઓ હાજર હતા. ફોટોઝ ક્લિક કરવા માટે દાખલ થતાં જ મુકેશભાઇની નજર સામે ઉભેલા કપલ પર પડી અને તેઓ મીડિયાના કેમેરાને ભૂલીને સીધા તેમની સાથે હાથ મિલાવવા દોડ્યા હતા.

તો તમે પણ જાણી લો કે આ વ્યક્તિ જેની સાથએ હાથ મિલાવવા અંબાણી ભાગ્યા હતા તે વ્યક્તિ હતા થાઈલેન્ડના બિઝનેસ ટાયકૂન્સ ડૉ. સોમસેક લિસ્વાદતરકુલ અને તેમના પત્ની ખુનિંગ લિસ્વાદતરકુલ. થાઇલેન્ડનું આ કપલ બિઝનેસની દુનિયામાં ઘણું મોટું નામ ધરાવે છે. માત્ર બિઝનેસની દુનિયામાં જ નહીં પરંતુ સમગ્ર થાઈલેન્ડ પર તેઓ પ્રભુત્વ ધરાવે છે. મુકેશ અંબાણી બિઝનેસમેન છે. તેમને રત્નોની પરખ છે. થાઇલેન્ડના બિઝનેસ ટાયકુન તેમના આંગણે આવે ત્યારે તેમની આગતાસ્વાગતામાં કમી તો ના જ આવવી જોઇએ, એ નાતે મુકેશ અંબાણી થાઈલેન્ડના બિઝનેસ ટાયકૂન્સને મળવા દોડ્યા હતા અને ડૉ. સોમસેક લિસ્વાદતરકુલ પણ તેમની મહેમાનગતિથી તરબતર થઇ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button